આજથી 30 માર્ચ સુધી મુંબઈ એરપોર્ટે પર એક રન વે બંધ રહેશે, 5 હજાર ફ્લાઈટ્સને અસર થશે

0
19

મુંબઈઃ સમારકામને કારણે 7મી ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી 52 દિવસ મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો રનવે બંધ રહેશે. જેથી આશરે 5000 ફ્લાઈટો પર અસર પડશે. જેમાંથી મોટા ભાગની ફ્લાઈટ્સને રદ પણ કરવામાં આવશે.

મુંબઈ એરપોર્ટ પર પ્રતિદિન 950 ફ્લાઈટો ઉડાન ભરે છે

મુંબઈ એરપોર્ટ પર પ્રતિ કલાક 36 અને પ્રતિ દિન આશરે 950 ફ્લાઈટ ઉડાન ભરે છે. સમારકામનાં કારણે એરપોર્ટ પર દરરોજ આવનારી આશરે 230 ફ્લાઈટ રદ કરવામાં આવશે. આ ઉપરાંત મુંબઈ- ગોવા અને મુંબઈ-બેંગલુરુ રુટ પર દરરોજ 15 ફ્લાઈટ રદ કરાશે.

સપ્તાહમાં 3 દિવસ સમારકામ કરાશે

મુંબઈ એરપોર્ટ પર મંગળવાર, ગુરુવાર અને શનિવારે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સમારકામ કરવામાં આવશે. આ દરમિયાન મુખ્ય રનવે પર ફ્લાઈટની અવર જવર રહેશે. મુખ્ય રનવે પર પ્રતિ કલાક 50 ફ્લાઈટની ક્ષમતા છે.

ઓછી ફ્લાઈટનાં કારણે ભાડામાં વધારો

આ જાહેરાત પછી મુંબઈ જનારી તમામ ફ્લાઈટોનાં  ભાડામાં વધારો કરવામાં આવશે. દિલ્હીથી મુંબઈ માટે આવતા મહિને ભાડામાં 30% નો વધારો કરવામાં આવશે. આ રૂટ પર રોજ 30 ફ્લાઈટોને રદ કરવામાં આવશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here