Wednesday, September 28, 2022
Homeઆજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ
Array

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

- Advertisement -

આજનું પંચાંગ

તારીખ 2 ફેબ્રુઆરી, 2019, શનિવાર
માસ પોષ વદ તેરશ, વિ.સં. 2075 (જયા તિથિ છે. સૈન્ય, લશ્કરી, શિક્ષા, યાત્રા, ઉત્સવ, ગૃહારંભ, દવા, વ્યાપાર વગેરે વગેરે કાર્યો માટે ઉપયોગી છે)
નક્ષત્ર પૂર્વાષાઢા (ઊગ્ર નક્ષત્ર છે. શુભકાર્યો માટે ઉપયોગી નથી.)
યોગ વજ્ર (સામાન્ય યોગ છે)
કરણ ગર (ઢોર લેવા-વેચવા, ગૃહપ્રવેશ, મકાન બાંધવા, ઇજનેરી કાર્ય પ્રારંભ કરવા ઉપયોગી છે.)
આજની ચંદ્ર રાશિ ધન (ભ, ધ, ફ, ઢ)

દિનવિશેષ

  • શનિપ્રદોષ છે.
  • મેરુત્રયોદશી છે
  • હનુમાનજી અને શનિદેવની પૂજા ઉપાસના ખાસ કરવી
  • સંધ્યા સમયે શિવજીની ઉપાસના કરવાથી લાભ થશે કારણ કે, આજે શનિવાર છે અને પ્રદોષ છે.

રાશિફળ

મેષ (અલઈ) ધન-સંપત્તિ પ્રાપ્ત થવાના યોગ છે. આજનો દિવસ આનંદમાં વિતે. મોડી સાંજે જીવનસાથી તરફથી સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આજે કોઈ કરાર ઉપર સહી કરવાના હોવ તો આજે ટાળવું.
વૃષભ (બવઉ) આજે કોઈને ખોટું વચન અપાઈ જાય. કોઈને છેતરવાનો પ્રયાસ ન કરવો. સીઝનલ બિમારથી સાચવવું. દૈનિક આવકમાં આજે વૃદ્ધિ થઈ શકે છે. પોતાની જ્ઞાતિ દ્વારા લાભ પ્રાપ્ત થાય.
મિથુન (કછઘ) ચક્કર આવી શકે છે. આરોગ્યનું ધ્યાન રાખવાનું રહેશે. જેણે તમને પૂર્વે લાભ આપ્યો હોય તેમની સાથે થોડું મનદુઃખ થઈ શકે છે. નોકરીના સંબંધમાં આજે વિશેષ સમાચાર પ્રાપ્ત થાય.
કર્ક (ડહ) જીવનસાથીને વેપાર રોજગાર અર્થે સ્થળાંતર કરવું પડે. જો કોઈ લોન સંબંધી કાર્ય કરવાનું હોય તો સફળતા આજે પ્રાપ્ત થવાના સંજોગો નથી. ખેતીવિષયક કે જમીન સંબંધી કાર્યોમાં વિશેષ પ્રવૃત્તિ થાય.
સિંહ (મટ) પિતૃ સમાન વડીલ વ્યક્તિ તરફથી આજે આપને લાભ થાય. પેટ સંબંધી આરોગ્ય જળવાય નહીં. પ્રેમ સંબંધોમાં આજે ઓટ આવશે. આપનું પ્રેમી રીસાઈ જાય તેવું પણ બને. ઘરમાં ચોરી ન થાય તેનું વિશેષ ધ્યાન રાખજો.
કન્યા (પઠણ) એક પ્રકારની મૂંઝવણભરી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.  આજે જૂના રોકાણથી લાભ થાય. ઘરમાં સાજ-સજાવટ પાછળ ખર્ચ થાય. ઘરમાં સમારકામ પાછળ ખર્ચ પણ થાય.
તુલા (રત) લાંબા સમયથી અટકેલા કાર્ય આગળ વધે. પ્રેમસંબંધ વધારે પાંગરે. જો આપ પરણીત છો તો આજે સંયમપૂર્વક વ્યવહાર કરવો પડશે. આજે ધનપ્રાપ્તિના યોગ પણ છે. જમીન-મકાનના કાર્યોમાં આજે વિશેષ રાહત મળે. લોખંડ, કાગળ અને લાકડાના વેપારમાં વધારે સાનુકૂળતા રહે.
વૃશ્ચિક (ન,ય) મોટાભાઈ બહેન સાથેના સંબંધો ગુચવાય. પરિવારમાં સ્થાવર અને જંગમ મિલકતનો ઉમેરો થઈ શકે છે. આરોગ્યના સંદર્ભમાં જો આપ ગુહ્યબિમારીથી પીડીત હોવ તો આજે સાચવવું.
ધન (ભ,ધ,ફ,ઢ) પાણીજન્ય બિમારીથી સાવધાન રહેવું. કફ, માથુ દુઃખવું, ચક્કર આવવા જેવી બિમારી આજે વિશેષ વર્તાય. હૃદયરોગથી પીડાતા જાતકોએ આજે વિશેષ સાવધાની રાખવી.
મકર (ખજ) વેપારમાં આજે તેજી આવે. વિદેશ જવાની તકો ઉત્તમ રચાઈ છે. એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે સાનુકૂળતા રહેશે. ધનસંપત્તિ પ્રાપ્ત થાય અને મોજશોખમાં ધન વપરાય પણ ખરું.
કુંભ (ગશષસ) નોકરીમાં નવી તકો પ્રાપ્ત થાય. નોકરી ન હોય તો મળે પણ ખરી. કમિશન અને દલાલી સાથે સંકળાયેલા જાતકોનને આજે લાભ થાય. આરોગ્યના સંદર્ભમાં આપે આજે કાળજી લેવી જરૂરી છે.
મીન (દચઝથ) છૂપો પ્રેમ આજે પ્રબળ બને. લક્ષ્મીપ્રાપ્તિનો શ્રીસુંદર યોગ રચાયો છે આપની રાશિમાં. શક્ય છે કે આજે પ્રેમ થાય તેની સાથે ઉંમરમાં મોટો ફરક પણ હોય. અપરણિત વ્યક્તિઓ માટે આજે લગ્ન સંબંધી પ્રસ્તાવ આવી શકે છે.

પ્રશ્ન – માતા જગદંબાની કૃપા પ્રાપ્ત કરવા માટે આ મંત્રજાપ કરવો-

  • ઓમ શ્રીં હ્રીં ક્લીં ભદ્રકાલી દેવ્યૈ નમઃ
  • ઓમ શ્રીં હ્રીં ક્લીં વિષ્ણુમાયા દેવ્યૈ નમઃ
  • ઓમ શ્રીં હ્રીં ક્લીં સિદ્ધિદાત્રી દેવ્યૈ નમઃ
  • પોતાની જે જન્મ તારીખ હોય તેટલી માળા આજે કરવી.
  • મંત્ર કરતા પહેલા માતાજીને શુભસંકલ્પ અવશ્ય અર્પણ કરવો
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular