આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

0
68

આજનું પંચાંગ

તારીખ 19 જાન્યુઆરી, 2019, શનિવાર
માસ પોષ સુદ તેરશ, વિ.સં. 2075
નક્ષત્ર મૃગશીર્ષ
યોગ ઈન્દ્ર
આજની ચંદ્ર રાશિ મિથુન (ક, છ, ઘ)

દિનવિશેષ

  • વૈધૃતિ-મહાપાત યોગ સવારે 7.30 કલાકે પૂર્ણ થશે
  • શનિદેવપૂર્વમાં ઉદિત થશે
  • સ્થિરયોગ સવારે 10.31થી બીજા દિવસ સવારે 7.31 સુધી
  • કરણ – ગર
  • શનીચાલીસા તેમજ હનુમાનચાલીસાનો પાઠ કરવો

રાશિફળ

મેષ (અલઈ) મોબાઈલ દ્વારા કે ઈ-મેલ દ્વારા આપને કોઈ શુભસમાચાર પ્રાપ્ત થઈ શકે છે. ટૂંકા પ્રવાસની શક્યતા પણ રચાઈ છે. સાસરીપક્ષ તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે અને ધનલાભની શક્યતા પણ નકારી નથી શકાતી.
વૃષભ (બવઉ) પરદેશના મિત્રોથી લાભ થઈ શકે છે. ભાગીદારી પેઢીમાં આજે લાભપૂર્ણ દિવસ રહી શકે છે. બપોર પછી આપના માટે વિશેષ આનંદપૂર્ણ સમયનું નિર્માણ થઈ શકે છે. અંતરમાં પ્રેમના અંકુરો ફૂટી શકે છે.
મિથુન (કછઘ) કાર્યમાં સફળતા દેખાય છે. જમીન-મકાન ક્ષેત્રે લાભ થઈ શકે છે. ઈલેક્ટ્રોનિક તેમજ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે જોડાયેલાને વિશેષ લાભ થઈ શકે છે. જીવનસાથી કરતા બીજું કોઈ વધુ ગમવા લાગે તેવું પણ બને. માટે, સંયમ રાખવો આવશ્યક છે.
કર્ક (ડહ) દવામાં ખર્ચ વધુ થતો જણાય છે. આરોગ્ય જાળવજો. બે ડોક્ટરના અભિપ્રાય લઈ કંઈક નિર્ણય પર આવવું વધુ યોગ્ય રહેશે. ગુસ્સા ઉપર આજે કાબૂ ગુમાવશો તો વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થશે.
સિંહ (મટ) પિતા સાથે થોડું વૈમનસ્ય દર્શાવે છે. વિદ્યાર્થીમિત્રોને અભ્યાસમાંથી થોડું મન પાછુ પડે તેવું પણ બને. લોન લેવા માટેના પ્રયત્નોમાં આજે થોડી ઓછી સફળતા મળી શકે છે. પૈસા કમાવવાના કોઈ નવા રસ્તા મળી જાય.
કન્યા (પઠણ) માતાની બિમારીને લઈને થોડી ચિંતા થઈ શકે છે. છાતીમાં થોડી ગભરામણ જેવું થઈ શકે છે. કાર્યમાં અન્ય લોકોનો સહકાર મળી જશે. જીવનસાથી થોડું ઊગ્ર વલણ અપનાવે તો નવાઈ ન પામતા.
તુલા (રત) કોઈની સાથે પ્રેમ સંબંધ બંધાઈ શકે છે. જો પરણિત હશો તો મુશ્કેલી સર્જાશે માટે સંયમીત વર્તન કરવું અતિ આવશ્યક છે. વેપારમાં આજે થોડી સફળતા ઓછી દેખાય છે. ધનપ્રાપ્તિના યોગ રચાયા છે. મિઠાઈ આરોગવાની શક્યતા દેખાય છે.
વૃશ્ચિક (ન,ય) શેરબજારમાં પૈસા રોકવાની ઇચ્છા થાય. પેટમાં થોડી ગરબડ પણ  વર્તાય તેવી શક્યતા છે. માટે ખાવા-પીવામાં આજે સંયમ રાખજો. પેશાબના સ્થાને થોડી બળતરા જેવું અનુભવાય માટે સાવધાન.
ધન (ભ,ધ,ફ,ઢ) જીવનસાથીને આજે બિમારી પરેશાન કરી શકે છે. આપના સાસરીપક્ષમાં થોડી મુશ્કેલી સર્જાય અથવા આપને થોડું ઘર્ષણ થઈ શકે છે. માટે, સાવધાની રાખજો.
મકર (ખજ) નીરસ લાગતા દિવસમાં આજે આશાની કિરણ ફૂટી નીકળે. જીવનસાથીને આજે આવકની તકો બળવાન બને. પણ જીવનસાથી સાથે આજે ઘર્ષણ થાય. નકારાત્મકતા આજે વધુ વકરે માટે હકારાત્મક અભિગમ રાખવો.
કુંભ (ગશષસ) ઢીંચણની બિમારી સતાવી શકે છે. મિત્રો સાથે હરવા-ફરવાના યોગ બને છે. નોકરીમાં થોડી મુશ્કેલી સર્જાય. જો ભાડૂઆત હોય તો થોડી વધુ સાવધાની રાખજો. ગમે તે સંજોગોમાં આજે ધનલાભ થઈ શકે છે.
મીન (દચઝથ) અંતરમાં ખળભળાટ થાય. બે બાજુ પીસાતા હોય તેવું લાગ્યા કરે. ઘરમાં થોડો ઉકળાટ વધી જાય. પણ આખરો ગુરૂગ્રહની દૃષ્ટિ આપને બહુ હેરાન નહીં કરે માટે શાંતિથી દિવસ પસાર કરજો.

માતાજીની કૃપાપાત્ર કરવા માટે આટલું કરો –

  • ઘરમાં ગુગળનો ધૂપ સવારે અને સાંજે કરવો
  • દેવીકવચનો પાઠ કરવો
  • સિદ્ધિકુંજીકા સ્ત્રોનો પાઠ કરી શકાય
  • દેવીસૂક્તનો પાઠ કરી શકાય
  • ચંડીપાઠ પણ કરી શકાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here