આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

0
62

આજનું પંચાગ

તારીખ 22 જાન્યુઆરી, 2019, મંગળવાર
માસ પોષ વદ બીજ (એકમનો ક્ષય છે), વિ.સં. 2075
નક્ષત્ર આશ્લેષા
યોગ આયુષ્યમાન
આજની ચંદ્ર રાશિ કર્ક (ડ, હ)

દિનવિશેષ

 • મંગળવાર છે, માટે શ્રીગણેશ ઉપાસના કરવી
 • આશ્લેષા નક્ષત્ર છે માટે શિવમંદિરે દર્શન માટે જવું
 • આજે ઓમ ગં ગણપતયે નમઃ મંત્ર જાપ શુભફળ આપશે
 • આજે મન શાંત રાખી કાર્ય કરવું.
 • ઉશ્કેરાટ વ્યાપે તો રજનું ગજ થઈ શકે.

રાશિફળ

મેષ (અલઈ) અતિશય ગુસ્સો અંતરમાં ઉચાટ પેદા કરશે. વેપારમાં હાથમાં આવેલી તક સરી ન જાય તેનું આપે ધ્યાન રાખવું પડશે. પિતા સાથે હમણાં ઠીકઠીક સંબંધો રહેશે. આરોગ્યમાં આપે સાવચેતી રાખવી.
વૃષભ (બવઉ) પાડોશી સાથે થોડો મતભેદ થઈ શકે છે. ગળામાં કોઈ તકલીફ સતાવી શકે છે. કાર્યમાં સફળતા મળે પણ તમને એનો સંતોષ ન થાય. માટે શાંતિથી દિવસ પસાર કરવો.
મિથુન (કછઘ) પરિવારમાં પૈસા બાબતે ખેંચતાણ રહ્યા કરે. તમારે તમારું આરોગ્ય વિશેષ જાળવવું. કોઈપણ નિર્ણય આવેશ અને ઉશ્કેરાટમાં લેવો નહીં. જીવનસાથી સાથે પણ મતભેદ રહેશે પણ શાંતિથી ઉકેલ પણ આવશે.
કર્ક (ડહ) નોકરીમાં આપ દિલ દઈને કાર્ય કરશો. આપને બદલીના એંધાણ વર્તાય. ભાગીદારી પેઢીમાં જુદા જુદા ફેરફાર થઈ શકે છે. માટે ખૂબ સમજી-વિચારીને નિર્ણય લેવા.
સિંહ (મટ) યુવામિત્રોના પ્રેમમાં થોડી અડચણ આવી શકે છે. લગ્ન સંબંધી બાબતોમાં આજે થોડી નિરાશા સાંપડી શકે છે. બપોર પછી દૈનિક આવકની જુદી જુદી તકો આપને સાંપડી શકે છે. છેવટે આ તમામ વિચારો તમને ગૂંચવી નાંખે.
કન્યા (પઠણ) કોઈપણ સંબંધ અચાનક વિચ્છેદ થઈ શકે છે. થોડા વધુ પડતા ધાર્મિક થઈ જાવ. આજે તમારી તર્કશક્તિ ખૂબ ખીલી જાય. વકીલ જેવી દલીલ બાજી તમે કરશો પણ છેવટે દુઃખ ઉપજાવનારી બાબતથી દૂર રહેજો.
તુલા (રત) જો કોઈ કોર્ટ કેસ ચાલતો હોય તો આજે મુદત લેવી મુનાસીબ રહેશે. ઝઘડો ઊગ્ર સ્વરૂપ ધારણ કરી તેવું પણ દર્શાવે છે. માટે, તમે વિવાદથી આજે દૂર રહેવાનો પ્રયત્ન કરજો.
વૃશ્ચિક (ન,ય) હાથની તકલીફ આજે આપને સતાવી શકે છે. કમિશન-દલાલી ક્ષેત્રે જોડાયેલાને આજે વિશેષ મહેનત કરવી પડે. જુદા જુદા અનેક પ્રકારના કાર્યમાં આજે જોતરાવું પડે. માટે કુલ માળી આજે અતિ વ્યસ્ત દિવસ વિતી શકે છે.
ધન (ભ,ધ,ફ,ઢ) પૈસાનો અતિશય ખર્ચ તમને વિહવળ બનાવી શકે છે. જીવનસાથીના ભાઈ-બહેનના સંદર્ભમાં થોડી ઊગ્ર ચર્ચા થઈ શકે છે. કૌટુંબિક ક્લેશ ઉપજાવનાર દિવસ રહે માટે શાંતિથી આજનો દિવસ પસાર કરવો જેથી, કોઈપણ પ્રકારના અનિષ્ટથી બચી શકાય.
મકર (ખજ) જો કોઈપણ પ્રકારનો વિવાદ ચાલતો હોય તો આજે અંતિમ સ્વરૂપ વિકરાળ હોઈ શકે છે. માટે થોડો સંયમ રાખજો. મનમાં ત્યાગની ભાવના પ્રબળ બનશે. ઈશ્વર ઉપાસના કરવાનો આ સુંદર સમય છે.
કુંભ (ગશષસ) આવકનું સ્થાન મજબૂત થયું છે. કૌટુંબિક હિતમાં પ્રવાસ થઈ શકે છે. ભાષામાં થોડો સંયમ રાખવો પડશે. કોઈપણ વ્યસન કરતા હોવ તો આજે તેનું પ્રમાણ વધી શકે છે માટે સાવધાની રાખજો.
મીન (દચઝથ) તમારી બુદ્ધિ પર તમને થોડો ગર્વ થાય. નવા નવા આઈડીયા તમને આજે સૂઝી જાય. દિવસના અંતે લાભ થતો જણાય છે. મૂંઝવણથી યુક્ત મનમાં પણ આશાનું કિરણ ફૂટી નીકળશે.

માતાજીની કૃપાપાત્ર કરવા માટે શું કરવું…

 • દેવીકવચનો પાઠ કરી શકાય
 • આસુરીશક્તિથી રક્ષણ આપનારું દિવ્ય કવચ
 • અકાળમૃત્યુથી રક્ષણ આપે છે
 • અગ્નિ, જળ, વિજળી અને વિષતત્ત્વથી રક્ષણ મળે
 • મારણ, મોહન જેવા આભિચારીક પ્રયોગથી રક્ષણ મળે
 • સિદ્ધિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here