આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

0
63

આજનું પંચાંગ

તારીખ 23 જાન્યુઆરી, 2019, બુધવાર
માસ પોષ વદ ત્રીજ, વિ.સં. 2075
નક્ષત્ર મઘા
યોગ સૌભાગ્ય
આજની ચંદ્ર રાશિ સિંહ (મ, ટ)

દિનવિશેષ

 • નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતી
 • રાજયોગ રાત્રે 8.49થી રાત્રે 1.00 સુધી
 • ત્રીજ છે માટે કુળદેવીનું પૂજન કરી શકાય
 • મહાલક્ષ્મી દેવીને કમળનું પુષ્પ અર્પણ કરી શકાય
 • પરદેશ જવા ઇચ્છુક જાતકોએ આજે સક્રિય થવું

રાશિફળ

મેષ (અલઈ) ઘરનું સુખ હણાય તેવી સ્થિતિ રચાય. પણ ગભરાવાની જરૂર નથી. કદાચ અચાનક બહારગામ જવાનું થઈ શકે છે. દેવદર્શન માટે પ્રવાસ થાય તેવું પણ દર્શાવે છે. કોઈ અતિ દુઃખ ઉપજાવે તેવી ઘટનાની શક્યતા નહીંવત છે.
વૃષભ (બવઉ) નોકરીના કાર્ય માટે નાનો પ્રવાસ થાય તેવું પણ દર્શાવે છે. આપનો સહકર્મચારીનું આરોગ્ય જોખમાય તેવું પણ બને. આપની રાશિમાં વાહનયોગનું નિર્માણ પણ થયું છે.
મિથુન (કછઘ) કાર્ય લંબાઈ શકે છે. જીવનસાથી સાથે મતભેદના બનાવ બને. પરિવારમાં અચાનક તડજોડની પરિસ્થિતિ રચાય તેવી શક્યતા પણ રચાઈ છે. માટે સંભાળવું પડશે.
કર્ક (ડહ) સાસરી પક્ષ તરફથી અસંતોષ થાય તેવું જણાય છે. લગ્નવાંછુ માટે અચાનક પરદેશથી વેવીશાળનો પ્રસ્તાવ આવી શકે છે. મોડી રાત્રે મન થોડું ખિન્ન થાય તેવું પણ દર્શાવે છે.
સિંહ (મટ) જૂનો પ્રેમ પુનઃ જાગૃત થાય તેવું દર્શાવે છે. જો લગ્ન ન થયા હોય તો મોટી ઉંમરે લગ્નનો પ્રસ્તાવ આવે તેવી પણ પૂર્ણ શક્યતા રચાયેલી છે. પાલતુ જાનવરથી આપે સાચવવું. અસ્થિભંગના યોગની શક્યતા છે જેથી વિશેષ સાવધાની રાખવી.
કન્યા (પઠણ) નોકરી છોડવાનો વિચાર આવે અથવા નોકરીમાંથી આજે ઠપકો પણ મળી શકે છે. મિત્રો સાથેનો વ્યવહાર આજે મોળો પડી જાય. સંબંધો થોડો વણસી શકે છે. માટે, ભાષામાં સંયમ રાખવો પડશે.
તુલા (રત) તમને કાર્ય કર્યાનો સંતોષ મળે. કરેલું આજે વળતર આપી જશે. જેમ જેમ દિવસ વીતતો જશે તેમ તેમ તમારા માટે સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે.
વૃશ્ચિક (ન,ય) પિતાનું આરોગ્ય જાળવવું. અથવા આપના અધિકારી સાથે આજે મતભેદ થઈ શકે છે. જો ધર્મપ્રવાસની શક્યતા હોય તો બરાબર આયોજન કરી પ્રવાસનો આરંભ કરજો.
ધન (ભ,ધ,ફ,ઢ) અવરોધ આવ્યા કરશે. ભાગ્ય બે ડગલા આગળ હોય તેવો અહેસાસ થાય. વારસાઈ તકલીફ હશે તો આજે પ્રબળ બનશે. જો આપનું આરોગ્ય નબળું હોય તો દાક્તરની સલાહ લેવામાં વિલંબ ન કરવો.
મકર (ખજ) અચાનક ધનલાભ દર્શાવે છે. તમારી કલ્પના બહારનો ધનલાભ આજે થઈ શકે છે. નવા સંબંધો સ્થપાય અને જૂનામાં થોડું અંતર વધે. પહેલા તૂટેલા સંબંધો ફરીથી બંધાઈ જાય તો પણ નવાઈ ન પામતા.
કુંભ (ગશષસ) જીવનસાથી લાભ આપે, પૈસા આપે તો પણ શત્રુ જેવો લાગે. મોસાળ તરફથી કોઈ મુશ્કેલી વધી શકે છે. કોઈપણ ઋતુગત બિમારી હોય તો હળવાશથી ન લેવી.
મીન (દચઝથ) સંતાન સાથે પરદેશ જવા બાબતે થોડો મતભેદ થઈ શકે છે. આપનું કોમ્યુનિકેશન આજે સારુ રહે. બપોરે થોડી નકારાત્મકતા હાવી થાય. બપોરે 12થી 2ની વચ્ચે માનસિક ક્ષમતા ઊગ્ર બની શકે છે.

માતાજીની કૃપાપાત્ર કરવા માટે શું કરવું…

 • દેવીકવચનો પાઠ કરી શકાય
 • આસુરીશક્તિથી રક્ષણ આપનારું દિવ્ય કવચ
 • અકાળમૃત્યુથી રક્ષણ આપે છે
 • અગ્નિ, જળ, વિજળી અને વિષતત્ત્વથી રક્ષણ મળે
 • મારણ, મોહન જેવા આભિચારીક પ્રયોગથી રક્ષણ મળે
 • સિદ્ધિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here