Tuesday, October 26, 2021
Homeઆજનું પંચાગ, દિનવિશેષ, દૈનિક રાશિફળ અને શાસ્ત્રોક્ત ઉપાય
Array

આજનું પંચાગ, દિનવિશેષ, દૈનિક રાશિફળ અને શાસ્ત્રોક્ત ઉપાય

આજનું પંચાગ

તારીખ 9 જાન્યુઆરી, 2019, બુધવાર
માસ પોષ સુદ ત્રીજ, વિ.સં. 2075
નક્ષત્ર ધનિષ્ઠા
યોગ સિદ્ધિ
આજની ચંદ્ર રાશિ મકર (ખ, જ) બપોરે 1.15 પછી કુંભ (ગ,શ,ષ,સ)

 

 

દિનવિશેષ

  1. વ્રજમૂસળયોગ સૂર્યોદયથી રાત્રે 2.51 સુધી
  2. પંચક બપોરે 1.16થી પ્રારંભ થશે
  3. રાજયોગ બપોરે 2.24 પૂર્ણ થશે
  4. બુધવાર છે માટે, પુરૂષસૂક્તનો પાઠ કરી શકાય
  5. તુલસીદેવીનું પૂજન કરી તેમની આરતી ઉતારવી

રાશિફળ

મેષ (અલઈ)

પરદેશના કાર્યો સાથે લેણાદેણી આજે વિશેષ રહે. ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યો સાથે પણ કાર્યરત રહેવાય. વળી, આજે કોઈને ઉધાર આપવાનું ટાળવું, પૈસા ફસાઈ જવાનો ભય છે.

વૃષભ (બવઉ)

જૂનો પ્રેમ આજે જાગી જાય. અથવા તમને ઉંમરના મોટા તફાવતમાં વિજાતીય આકર્ષણ થઈ શકે છે. માટે સાવધાની રાખવી. બપોર પછી આવશે ઉશ્કેરાટનું પ્રમાણ વધી શકે છે.

મિથુન (કછઘ)

તમારી સાથે આજે છેતરામણી થઈ શકે છે. ચોક્સાઈ રાખવી આજે જરૂરી છે. જમીન-મકાનના કાર્યોમાં થોડી તેજી આવી શકે છે. વડીલો સાથે મતભેદ પણ થઈ શકે છે. નોકરી કરતા જાતકો માટે આજે વધુ મહેનતનો દિવસ છે.

કર્ક (ડહ)

મતભેદ આજે મનભેદ ન ફેરવાઈ જાય તેનું ધ્યાન રાખજો. વેપારમાં આજે થોડી નિરાશા સાંપડી શકે છે. પણ, નવા કાર્યમાં તેજીથી આગળ વધી શકાય. જો આપ ઈન્ટીરીયર ડિઝાઈનીંગ સાથે સંકળાયેલા હોવ તો સાનુકૂળતા રહેશે.

સિંહ (મટ)

મોસાળ પક્ષમાં થોડો મતભેદ થઈ શકે છે. નોકરીમાં કોઈ ખાતાકીય તપાસ પણ થઈ શકે છે. આપના અધિકારી આપનાથી થોડા નારાજ રહે તેવી શક્યતા નકારી નથી શકાતી.

કન્યા (પઠણ)

સંતાન સાથે ઊગ્ર ચર્ચા થાય. બોલતી વખતે અવાજ થોડો મોટો પણ થઈ જાય. બપોર પછી કૌટુંબિક સમસ્યા સર્જાઈ શકે છે માટે સાવધાન રહેવું.

તુલા (રત)

બપોરે 2 વાગ્યા પછી કાર્ય કરવાનો ઉત્સાહ જાગે. ઈલેક્ટ્રોનિક, કેમિકલ ક્ષેત્રે જોડાયેલાને સાનુકૂળતા રહી શકે છે. વેપારમાં આજે કામકાજ અટકી પડે.

વૃશ્ચિક (નય)

આજે નેત્રપીડાથી સાચવવું. જો આપને બ્લડપ્રેશર કે અન્ય કોઈ બિમારી રહેતી હોય તો આજે બપોરે 2.00 વાગ્યા સુધી વિશેષ તકેદારી રાખવી.

ધન (ભધફઢ)

સાસરી પક્ષમાં કોઈ ફેરફાર જણાય છે. બપોર પછી આપ જે સમાચારની લાંબા વખતથી રાહ જોતા હોય તો સમાચાર જાણવા મળે.
મકર (ખજ)

આપનું ધનસ્થાન આજે બળવાન છે. પારીવારીક સુખ આજે આપને વિશેષ પ્રાપ્ત થાય. દિવસ આનંદમય વિતે. જો આપ લગ્નવાંછુ છો તો આજે સગપણની વાતો આવી શકે છે.

કુંભ (ગશષસ)

પેટની પીડા આજે સતાવી શકે છે. આપની સાથે આપનું સંતાન કંઈક અંશે કોઈક વાત છુપાવી શકે છે. બપોર પછી ધનલાભના યોગ રચાયા છે.

મીન (દચઝથ)

આજે કારણવગરની દોડધામ વધારે થાય. આપના વિચારો આજે થોડા નબળા પુરવાર થઈ શકે છે. મોડી સાંજે ભાગ્ય બળવાન બને છે માટે અંતે દિવસ આનંદમય વિતી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments