આજનું પંચાગ, દિનવિશેષ, દૈનિક રાશિફળ અને શાસ્ત્રોક્ત ઉપાય

0
59

આજનું પંચાંગ

તારીખ 12 જાન્યુઆરી, 2019, શનિવાર
માસ પોષ સુદ છઠ, વિ.સં. 2075
નક્ષત્ર પૂર્વાભાદ્રા
યોગ પરિઘ
આજની ચંદ્ર રાશિ મિન (દ, ચ, ઝ, થ)

 

દિનવિશેષ

  • સ્વામી વિવેકાનંદ જયંતી છે
  • અનુરૂપા છઠ છે
  • પંચક
  • રવિયોગ સવારે 8.43 પ્રારંભ થશે
  • શનિવાર છે માટે શનિદેવને કાળા અડદ અને હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું.

રાશિફળ

મેષ (અલઈ) આજે ઊચ્ચ પદાધિકારીને મળવાનો અવસર પ્રાપ્ત થઈ શકે છે. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે. કોઈ ઊચ્ચ કોટિના ધર્મગુરૂને મળવાનો અવસર પણ પ્રદાન થઈ શકે છે.
વૃષભ (બવઉ) પરદેશના મિત્રો સાથે આજે બહાર હરવા-ફરવાનો અવસર પ્રાપ્ત થાય. આજે વડીલો દ્વારા લાભ પણ થઈ શકે છે. જમીન-મકાનના કાર્યોમાં આપને લ્હેણુ છે. આજે એક પ્રકારે લક્ષ્મીયોગ પણ રચાયો છે.
મિથુન (કછઘ) પોતાના સમાજ દ્વારા લાભ થઈ શકે છે. મોસાળ દ્વારા કોઈ સારી તક આપને આપવામાં આપે કે આપને સહાય મળી શકે છે. આપે ભાષામાં સંયમ રાખવો પડશે. બપોર પછી આપના માટે વિશેષ સાનુકૂળતા રહેશે.
કર્ક (ડહ) આજે સગપણ સંબંધી કાર્યો આગળ વધી શકે છે. પ્રેમ સંબંધમાં આજે વિશેષ ઊષ્મા વર્તાય. પ્રિયતમનો સાથ મળી રહે. તમારી વાત આજે પ્રિયતમ માની જાય તેવી શક્યતા છે. આનંદપૂર્ણ દિવસ.
સિંહ (મટ) રાજકીય કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય. સરકારની કોઈ કાર્ય અટક્યું હોય તો સફળતા મળે. આપને ઊચ્ચ અમલદાર તરફથી સહાય મળી શકે છે. બહારગામ જવાના હોય તો આજે સફળતા મળી શકે છે પણ સામાન્ય અવરોધનો સામનો કરવો પડશે.
કન્યા (પઠણ) તમારી સહાયમાં નાના ભાઈ-બહેન આવીને ઊભા રહેશે. તમારા કર્મચારીઓ પણ તમને સહકાર આપશે. આજે જો કોઈ કાર્યનો આરંભ કરવાનો હોય તો આપ સારી પેઠે કરી શકશે, તેમાં સફળતાની તકો છૂપાયેલી છે.
તુલા (રત) નોકરીમાં થોડો સંઘર્ષ થાય. વૈચારીક મુદ્દે આપે વિશેષ ખુલાસો આપવો પડે. આપની ભાષા થોડી કડવી પણ બનશે. પણ થોડો સંયમ રાખજો. આપને સફળતા પ્રાપ્ત થશે અને આપના અધિકારીની શાબાશી પણ.
વૃશ્ચિક (નય) આજે ભાગ્યનું બળ વિશેષ મળે. તમે આજે રાજી થઈ જાવ તેવા સમાચાર મળે. નોકરી કરતા જાતકોને પ્રમોશન મળી શકે છે. સર્વ પ્રકારે આજે સુખ અનુભવાય તેવી શક્યતા રચાયેલી છે. તમે આનંદ કરો.
ધન (ભધફઢ) આજે એસીડીટી જેવું લાગે. છાતીમાં થોડી બળતરાનો અહેસાસ થઈ શકે છે. આજે આરોગ્યનું ધ્યાન આવશ્ય રાખવું. જાતીય ઉન્માદ થોડો વધી શકે છે માટે સંયમપૂર્વક કાર્ય કરવું. કલાક્ષેત્રે જોડાયેલા જાતકો માટે આજે વિશેષ સાનુકૂળતા રહે.
મકર (ખજ) જે કાર્ય કરો તેમાં સફળતા મળે. પ્રવેસાની શક્યતા પણ રચાયેલી છે. કાર્યમાં આપનો ઉત્સાહ અનેરો હોય. જમીન-મકાન સંબંધી કાર્યો થઈ શકે છે. વેપારમાં નવી તકોનો ઉમેરો થશે અને આવક જળવાઈ રહેશે..
કુંભ (ગશષસ) પરિવારમાં થોડી ચડભડ થઈ શકે છે. ઉગ્રતા વ્યાપી શકે છે. નોકરીના મુદ્દો થોડી ચર્ચા વધુ લંબાય. પિતા સાથે થોડો અણબનાવ વધુ આગળ વધે તેવું લાગે છે. માટે આપે સંયમથી કાર્ય કરવું.
મીન (દચઝથ) અચાનક ધનપ્રાપ્તિ થઈ શકે છે. નાના ભાઈ બહેન દ્વારા ધનપ્રાપ્તિનો માર્ગ સુગમ થાય તેવું દર્શાવે છે. જાતીય આવેગમાં આજે વિશેષ વૃદ્ધિ થઈ શકે છે. માટે થોડો સંયમ રાખવો આવશ્યક છે. મન થોડું ચગડોળે ચડશે પણ મોડી સાંજે મન વિશેષ શાંતિ ધારણ કરશે.

 

શાસ્ત્રોક્ત ઉપાય

  1. શુક્રવારે પરણીત પુરૂષોએ પોતાની પત્નીને પુષ્પોની ભેટ આપવી
  2. પોતાની સ્ત્રી મિત્રને અત્તરની ભેટ આપી શકાય
  3. કુંવારીકાને યથાશક્તિ દાન આપવું.
  4. જો ઘરમાં હિરો હોય તો તેનું પૂજન કરવું. તેની ઉપર અભિષેક કરી તે જળ આખા ઘરમાં ઝંટકાવ કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here