Friday, August 12, 2022
Homeઆજનું પંચાગ, દિનવિશેષ, દૈનિક રાશિફળ અને શાસ્ત્રોક્ત ઉપાય
Array

આજનું પંચાગ, દિનવિશેષ, દૈનિક રાશિફળ અને શાસ્ત્રોક્ત ઉપાય

- Advertisement -

આજનું પંચાગ

તારીખ 14 જાન્યુઆરી, 2019સોમવાર
માસ પોષ સુદ આઠમ, વિ.સં. 2075
નક્ષત્ર રેવતી
યોગ શિવ
આજની ચંદ્ર રાશિ મિન (દ, ચ, ઝ, થ)

દિનવિશેષ

 • સૂર્યમકર રાશિમાં સાંજે 7.50 કલાકે
 • ધનુર્માસ પૂર્ણ
 • કમુર્હૂર્તા ઊતર્યા
 • પંચક બપોરે 12.53 કલાકે પૂર્ણ
 • ચંદ્ર મેષમાં બપોરે 12.53
 • શાકંભરી નવરાત્રિ પ્રારંભ થશે

રાશિફળ

મેષ (અલઈ) ચર્ચા-વિચારણામાં દિવસ પૂર્ણ થાય. પ્રવાસની શક્યતા રચાયેલી છે. ધર્મ-ધ્યાનમાં પણ આજે વિશેષ રુચિ જણાય છે. બધુ સારુ હોય પણ તેમ છતાં આનંદમાં દિવસ વીતે નહીં.
વૃષભ (બવઉ) અન્યના કાર્યમાં વિશેષ રસ લેવાનું થાય. કાર્યમાં લાભ પણ થાય. આપનો પુરુષાર્થ એળે ન જાય. દિવસના અંતે અંતરમાં પ્રેમના અંકુર પણ ફૂટે. સંધ્યા સમય થોડો વધુ પ્રસન્ન ચિત્ત રહેશે.
મિથુન (કછઘ) અન્યને રીઝવવાના પ્રયાસ આપના અંશતઃ સફળ રહે. નોકરી મેળવવાના પ્રયાસમાં આપને સફળતા મળી શકે તેમ છે. જમીન-મકાનના કાર્યમાં આપને વિશેષ સફળતા મળે પણ વાગવા-પડવાથી સંભાળવાનું રહેશે.
કર્ક (ડહ) દલાલી-કમિશન મેળવવાના પ્રયત્નોમાં આપને સફળતા મળતી જણાય છે. હવાઈ મુસાફરીના યોગ પણ છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં વિશેષ સફળતા મળી શકે છે.
સિંહ (મટ) આવકની તકો વધતી જણાય છે. પણ, આરોગ્યની આપે વિશેષ સાવધાની રાખવી પડશે. ઈલેક્ટ્રીક કે અગ્નિથી આપે સાવધાન રહેવું પડશે. વાહન ચલાવતા વિશેષ સાવધાની રાખજો. ટૂંકમાં આજે વિશેષ સાવધાની રાખવાનો દિવસ છે.
કન્યા (પઠણ) ઘરમાં ખોટો કંકાસ ન થાય તે જોવું. કોઈપણ વડીલ વ્યક્તિના સંદર્ભમાં વાત થોડી વધુ આગળ વધે તેવું દર્શાવે છે. હિસાબ-કિસાબમાં પણ થોડી સાવધાની રાખવી પડશે.
તુલા (રત) આજે ઝઘડો ન થાય તેનું ધ્યાન રાખજો. ઊતરાયણનો તહેવાર શાંતિથી ઊજવવા પ્રયત્ન કરજો. માતાનું આરોગ્ય વિશેષ જાળવવાનું રહેશે. કાકા અને ભાઈ સાથેના સંબંધમાં થોડું અંતર વધી શકે તેમ છે. માટે સાવધાન.
વૃશ્ચિક (ન,ય) નસીબ યારી આપે છે. અટક્યા કાર્ય સંપૂર્ણ કરવા તરફ ધ્યાન આપજો. બપોર પછીનો સમય થોડો વધુ સફળ દેખાય છે. નેત્રપીડાથી થોડી સાવધાની રાખવી પડશે.
ધન (ભ,ધ,ફ,ઢ) પારીવારીક સમસ્યા ન સર્જાય તે ધ્યાન રાખજો. સરકારી નીતિ-નિયમો જાળવીનો કાર્ય કરવું પડશે. કોઈપણ કાર્ય ઝડપી નિર્ણય સાથે છોડી ન દેતા. થોડી ધીરજ રાખી કાર્ય કરજો.
મકર (ખજ) જીવનસાથી સાથે ખોટો કલહ ઉત્પન્ન થાય તે જોવું. ટૂંકી મુસાફરીના યોગ પણ રચાયા છે. આપનામાં ઉત્સાહ અને જોશ જરા વધારે પ્રમાણમાં વર્તાય છે. માટે, સંયમથી કાર્ય કરજો.
કુંભ (ગશષસ) આપની ભાષા તોછડી બની શકે તેમ છે. ભાષા ઉપર સંયમ રાખજો. જમીન-મકાનના કાર્યમાં થોડી વિશેષ સાનુકૂળતા દેખાય છે. નેત્રપીડાથી આપે પણ સાચવવું. તીખું-તળેલું ખાવાની ઇચ્છા થાય પણ સંયમ રાખવો પડશે.
મીન (દચઝથ) પોતાની જાત ઉપર ખર્ચ વધુ થતો જોવા મળે છે. વાહન મુસાફરી વિશેષ વર્તાય છે. થોડી નકારાત્મકતા હાવી થાય તેવું પણ દેખાય છે. ગહન મનોમંથનમાં આપ ડૂબી જાવ તેવી પૂર્ણ શક્યતા છે.

શાસ્ત્રોક્ત ઉપાય

માથાના વાળ ઊતરતા હોય, ટાલ પડી હોય તે નિવારવા શાસ્ત્રોક્ત ઉપાય

 • કોપરેલમાં સ્હેજ ચમેલીનું તેલ ભેળવી માથામાં નાંખવું.
 • કોપરેલમાં કાળા અડદ ડૂબાડી રાખવા અને તે કોપરેલ માથામાં નાંખવું.
 • લાલ કલરની ટોપી કે હેલ્મેટ ન પહેરવા.
 • હેરડાઈ કરવી હોય તો શનિવારે કરવી.
 • કાળા કલરના શેમ્પુથી માથુ ધોવાનું રાખવું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular