Monday, December 5, 2022
Homeરાશિફળઆજનું રાશિફળ: આ રાશિના જાતકોએ વિરોધીના કાવતરાથી રહેવું સાવધાન

આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ વિરોધીના કાવતરાથી રહેવું સાવધાન

- Advertisement -

તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 24 November 2022 દૈનિક રાશિફળમાં જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે કાલનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે?.

મેષઃ-

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીને કોઈપણ સમસ્યાનો ઉકેલ કરવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સારી સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવું પણ તમને સુખ આપી શકે છે.

નેગેટિવઃ- તમારા સંબંધીઓ સાથે સંબંધ ખરાબ થવાની શક્યતા છે, એટલે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. કોઈ અપ્રિય સમાચાર મળવાથી મન નિરાશ રહી શકે છે. યુવાઓ આજે થોડા તણાવની સ્થિતિમાંથી પસાર થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યસ્થળે તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સારું તાલમેલ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે ગભરામણ અને થાકની સ્થિતિ રહી શકે છે.

——————————–

વૃષભઃ-

પોઝિટિવઃ- જૂની ભૂલોથી બોધપાઠ લઈને આજે સારી નીતિઓ અંગે વિચાર કરો. આજે તમને સફળતા પણ પ્રાપ્ત થઈ શકે છે. ઘરના રિનોવેશન તથા સજાવટને લગતી કોઈ રૂપરેખા પણ બની શકે છે.

નેગેટિવઃ- ક્યારેક કોઈ કામમાં મન પ્રમાણે પરિણામ ન મળવાથી અસહજ અનુભવ કરશો. જલ્દી જ તમને સમાધાન પ્રાપ્ત થઈ શકે છે. ખોટા કાર્યોમાં સમય નષ્ટ ન કરો. ખર્ચ પણ બજેટ પ્રમાણે કરો તો સારું રહેશે.

વ્યવસાયઃ- વેપારને લગતી નવી-નવી વાતોની જાણકારી પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ પ્રકારનો વિવાદ થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટિક લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

——————————–

મિથુનઃ-

પોઝિટિવઃ- ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં રસ રહેશે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાથી આત્મિક સુખ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ શુભચિંતકના આશીર્વાદ અને શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે.

નેગેટિવઃ- આર્થિક મામલે ઘણો વિચાર કરીને નિર્ણય લો. કોઈ પ્રકારનો વિશ્વાસઘાત કે દગાબાજી થઈ શકે છે. તમારો કોઈપણ પ્લાન કોઈની સામે જાહેર કરશો નહીં. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓને સાચવીને રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સમારકામને લગતી યોજના બનશે.

લવઃ- લગ્નસંબંધોની અસર તમારા પારિવારિક જીવન ઉપર પણ પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- તાવ રહી શકે છે.

——————————–

કર્કઃ-

પોઝિટિવઃ- આજે તમે કોઈ અટવાયેલાં કાર્યોને સફળતા સાથે પૂર્ણ કરવામાં સફળ રહેશો. સારા પરિણામ માટે તમે થોડો પોઝિટિવ ફેરફાર લાવવા અંગે વિચાર કરશો. તમારા વિનમ્ર સ્વભાવના કારણે સમાજ અને સંબંધીઓમાં યોગ્ય સ્નાન જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- કોઈ નજીકના વ્યક્તિ સાથે અચાનક જ કોઈ મુદ્દા અંગે વિવાદ થઈ શકે છે. શાંતિથી મામલાનો ઉકેલ લાવો. તમારી ગતિવિધિઓ તથા યોજનાઓ અંગે કોઈ સાથે ચર્ચા ન કરો.

વ્યવસાયઃ- તમે તમારા કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ અંગે વધારે સુધાર લાવવાની કોશિશ કરો

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી દિનચર્યા સંયમિત રાખો.

——————————–

સિંહઃ-

પોઝિટિવઃ- તમારી યોગ્યતા અને ક્ષમતા લોકો સામે આવવાથી તેમના હ્રદયમાં તમારા પ્રત્યે ખાસ સન્માન રહેશે. કોઈ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી આત્મિક શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. થોડો સમય પરિવાર સાથે આજે મનોરંજનમાં પસાર થઈ શકે છે.

નેગેટિવઃ- વાહન કે કોઈપણ મશીનને લગતા ઉપકરણ ખૂબ જ ધ્યાન પૂર્વક ઉપયોગ કરો. કોઈ સંબંધીને લગતા અપ્રિય સમાચાર મળી શકે છે. ખર્ચ વધારે હોવાથ તેના ઉપર કાપ મુકવો જરૂરી છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો.

લવઃ- વધારે કામ હોવા છતાંય ઘર-પરિવાર ઉપર સમય આપવો સંબંધોને વધારે મજબૂત કરશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ અને તાવ જેવી સમસ્યા રહી શકે છે.

——————————–

કન્યાઃ-

પોઝિટિવઃ- દોડભાગ વધારે રહી શકે છે પરંતુ કાર્ય સફળતા તમારા થાકને દૂર કરી શકે છે. સમયની ચાલ તમારા પક્ષમાં છે. અનુભવી લોકોનો સાથ મળી શકે છે. ઘરમાં કોઈ નજીકના સંબંધી કે મિત્રના આવવાથી ચહેલપહેલનું વાતાવરણ રહી શકે છે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓ આળસના કારણે અભ્યાસમાં પાછળ રહી શકે છે. કોઈ પ્રકારની યાત્રા કરવાનું ટાળો, કેમ કે કોઈપણ પ્રકારનો ફાયદો ન થવાની સ્થિતિ જોવા મળી રહી છે. બાળકોની પરેશાનીઓમાં તેમનો સહયોગ ઉત્તમ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં વધારે કામ તથા કોઈ નવી જવાબદારી મળી શકે છે.

લવઃ- જીવનસાથીનો સહયોગ પરિવારના વાતાવરણને શાંતિપૂર્ણ જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

——————————–

તુલાઃ-

પોઝિટિવઃ- આજે ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. થોડા ખાસ લોકોના સંપર્કમાં રહેવાના કારણે તમારી વિચારશૈલીમાં આશ્ચર્યજનક પરિવર્તન આવશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતાથી પણ છુટકારો મળી શકે છે.

નેગેટિવઃ- આર્થિક મામલે થોડી ખામી આવવાથી થોડો તણાવ રહી શકે છે. કોઈ નજીકના વ્યક્તિ દ્વારા તમારી ખોટી આલોચના થવાના કારણે મન નિરાશ રહી શકે છે. એટલે કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરો

વ્યવસાયઃ- વેપારમાં કોઈ ખાસ સફળતા મળી શકશે નહીં.

લવઃ- ઘરની ગતિવિધિઓમાં જીવનસાથીનો સહયોગ કરવો સંબંધને વધારે મજબૂત કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

——————————–

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ વિચાર તમારા માટે નવી સફળતાનું નિર્માણ કરી શકે છે. આજે તમે પોતાના વિકાસ માટે વિચાર કરશો. તમારામાંથી થોડા લોકો આજે કઈંક શીખવા કે કરવાની દૃઢ ઇચ્છા શક્તિ પણ રાખી શકે છે.

નેગેટિવઃ- વધારે ભીડમાં જવાનું ટાળો. મનની શાંતિ માટે કોઈ એકાંત સ્થાને થોડો સમય પસાર કરવો તમને સુકૂન આપશે. આજે કોઈપણ પ્રકારે રૂપિયાને લગતી લેવડ-દેવડ ન કરો

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સમાન વિચારધારાના લોકો સાથે મેલજોલ તમારા માટે લાભદાયી રહી શકે છે.

લવઃ- લગ્નજીવન સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સજાગ રહી શકે છે.

——————————–

ધનઃ-

પોઝિટિવઃ- સામાજિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો. મહિલાઓ પોતાના કાર્યો પ્રત્યે વધારે સજાગ રહેશે અને સફળતા પણ પ્રાપ્ત કરશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઈ પ્રકારની દુવિધા અને બેચેનીથી પણ મુક્તિ મળી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક તમારી નાની-નાની વાતો ઉપર ખીજાવું ઘરના વાતાવરણને ખરાબ કરી શકે છે. તમારા મહત્ત્વપૂર્ણ વસ્તુઓ અને દસ્તાવેજને વધારે સાચવીને રાખો કેમ કે તેના ખોવાઈ જવાના કે ચોરી થવાની શક્યતા છે.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં વધારે વ્યસ્ત રહી શકો છો.

લવઃ- ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના પ્રભાવથી શરીરમાં દુખાવો થઈ શકે છે.

——————————–

મકરઃ-

પોઝિટિવઃ- ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા-વિચારણાં કરીને અને સાકાર કરવા માટે દિવસ ઉત્તમ છે. વડીલોના આશીર્વાદ અને સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નાના મહેમાનને લગતી સૂચના મળવાથી પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- બિનજરૂરી કાર્યોમાં ખર્ચ વધારે રહેશે જેના કારણે બજેટ ખરાબ થઈ શકે છે અને તેની અસર તમારા સૂકૂન અને ઊંઘ ઉપર પડી શકે છે. નાની-મોટી વાતો ઉપર પણ નિરાશા અને અવસાદ જેવી સ્થિતિ ખાલી રહેશે.

વ્યવસાયઃ- આસપાસના વેપારીઓ સાથે ચાલી રહેલી સ્પર્ધામાં વિજય પ્રાપ્ત થશે.

લવઃ- સંતાનના કરિયરને લગતા શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખમય વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને એસિડિટીના કારણે પરેશાન રહેશો.

——————————–

કુંભઃ-

પોઝિટિવઃ- તમે ભાવનાત્મક રીતે સશક્ત અનુભવ કરશો. બધા પ્રકારની પરેશાનીઓનો ઉકેલ બુદ્ધિમત્તા અને વિવેક સાથે શોધી લેશો. નજીકના સંબંધીઓ તથા મિત્રો સાથે પણ કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે લાભદાયક ચર્ચા થશે.

નેગેટિવઃ- આર્થિક સ્થિતિને ઠીક કરવા માટે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી નિર્ધારિત અંતર જાળવી રાખો. થોડા લોકો તમારી સફળતાથી ઈર્ષ્યા કરીને તમારી માનહાનિ કરવાની કોશિશ કરશે.

વ્યવસાયઃ- કારોબારમાં મનોવાંછિત પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક અવસાદ કે ડિપ્રેશનની સ્થિતિ અનુભવ થઈ શકે છે.

——————————–

મીનઃ-

પોઝિટિવઃ- થોડી પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે સમય પસાર કરવાથી તમારી સામાજિક સીમા વધશે. કુંવારા લોકો લગ્ન ચર્ચાઓને લઈને ઉત્સાહિત રહેશે. આજે બાળકો અને પરિવારના લોકો સાથે શોપિંગમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- જિદ્દ અને ઉતાવળમાં લીધેલાં નિર્ણય બદલવા પડી શકે છે. પોતાના અંગત કામ માટે સમય કાઢી શકશો નહીં, તેના માટે મનમાં થોડી નિરાશા રહેશે.

વ્યવસાયઃ- જલ્દી સફળતાની ઇચ્છામાં થોડા ખરાબ રસ્તા પસંદ કરશો નહીં.

લવઃ- પારિવારિક જીવન ઠીક રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બીપી કે થાઈરોઈડથી પ્રભાવિત વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular