Friday, December 3, 2021
Homeઆજે અમદાવાદનો 609મો સ્થાપના દિવસ, પુલવામાના શહીદોના માનમાં ઉજવણી રદ
Array

આજે અમદાવાદનો 609મો સ્થાપના દિવસ, પુલવામાના શહીદોના માનમાં ઉજવણી રદ

અમદાવાદઃ શહેરનો આજે 609મો જન્મદિવસ છે. ધૂળિયાનગરમાંથી ધબકતું બનેલું અમદાવાદ નગરજનોના સપનાંની ઉડાનનું ફલક બન્યું છે. અમદાવાદે રમખાણો, ભૂકંપ જેવી ઘટનાઓ જોઈ છે, પણ ઘટનાઓના બોધપાઠથી બેઠું થયેલું શહેર હંમેશાં દેશની કોઈ પણ ઘટનાની પડખે ઊભું છે. તાજેતરમાં જ શહેરે પુલવામા હુમલાના શહીદોને સહાય અને અવિરત શ્રદ્ધાંજલિ આપી છે અને જન્મદિવસની ઉજવણી પણ એટલે જ રદ કરી છે. પ્રણાલિકા મુજબ, દર વર્ષે માણેકબુરજની ધજા બદલવામાં આવે છે, પણ આ વખતે તે કાર્યક્રમ સાદગીપૂર્ણ યોજાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments