Tuesday, December 7, 2021
Homeઆજે આનંદ અળખામણો ન બને તે જોજો,પતંગ કાપજો...ગળાં બચાવજો
Array

આજે આનંદ અળખામણો ન બને તે જોજો,પતંગ કાપજો…ગળાં બચાવજો

વડોદરા: આજે ધામધૂમથી ઉત્તરાયણનો તહેવાર મનાવશે. રસ્તા પર, ધાબા પર અને છાપરાઓ પર પતંગ રસિયાઓ પતંગ ચગાવશે અને પતંગ કાપશે. આનંદ-ઉલ્લાસના આ પર્વમાં નિર્દોષ લોકો અને પશુ-પક્ષીઓના જાન જતા હોવાના અને ગંભીર ઇજાઓના બનાવો અવારનવાર નોંધાય છે ત્યારે આપણી પણ એ ફરજ બની રહી છેકે, ઉત્સાહનો અતિરેક કોઇના જાનનો દુશ્મન ન બની જાય. આ માટે લોકોએ પતંગના પેચ કાપતી વખતે એ ખાસ ધ્યાન રાખવાનું રહે છે કે, તેમની દોરીથી કોઇને ઇજા ન પહોંચે. આ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા જાગૃતિ માટેના કેટલાંક ચોક્કસ પ્રયાસ કરાયાં છે

દોરાએ મહિલાનું મોઢું કાપ્યું, 150 ટાંકા આવ્યાં

શનિવારે ઘરેથી શાકભાજી લેવા નીકળેલી મહિલાના મોઢાના ભાગે દોરો આવી જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલઈ આ મહિલાને 150 જેટલા ટાંકા આવ્યા છે. ડિમ્પલ દરજી નામની મહિલા કિશનવાડી રોડ પરથી શાક લેવા માટે ટૂ વ્હીલર લઈને જઈ રહી હતી. તે સમયે કિશનવાડી રોડ પર એકાએક રસ્તાની વચ્ચે દોરો આવી જતા ડિમ્પલબેનના મોઢાના ભાગે ચીરો પડી ગયો હતો. લોહીથી લથપથ હાલતમાં તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં દોરાના કારણે પડેલો ચીરો દૂર કરવા માટે તબીબોએ 150થી વધુ ટાંકા લીધા હોવાનું જાણવા મળ્યું છે.

સવારે 3 કલાક અને બપોર પછી 5 કલાક મઝા જ મઝા

ઉત્તરાયણના દિવસે પવનની ઝડપ 10 થી 18 કિમી વચ્ચે રહેતા પતંગબાજો માટે મઝા જ મઝા છે. ઉત્તરાયણના દિવસે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પવન ફુંકાતો નથી,ત્યારે ચાલુ વર્ષે ઉત્તરાયણમાં પવન ને લઈને હવામાન વિભાગની આગાહી સાચી પડશે તો પતંગરસીયાઓને મોજ પડી જશે. ઉત્તરાયણમાં લઘુત્તમ તાપમાન 13-14 ડિગ્રીની આસપાસ રહેવાથી ઠંડીની તીવ્રતા ઘટશે. હવામાન વિભાગના અનુસાર, વાસી ઉત્તરાયણના દિવસે પવન પડી જવાની સંભાવના છે. જોકે વાસી ઉત્તરાયણના દિવસે ઉત્તર-પૂર્વની દિશાથી સવારે 9 થી 12માં 13 થી 15 કિમીની ઝડપે પવન ફુંકાશે જેથી પતંગરસીયાઓ મોજ માણી શકસે. જ્યારે વાસી ઉત્તરાયણના દિવસે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી તેમજ મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

200થી વધુ સેફટી સ્ટેન્ડ અપાયાં

સમાજ સેવા સાથે સંકળાયેલા વિલ્સન સોલંકીની આગેવાની હેઠળના યુવા સંગઠને વાહનચાલકોને ઉભા રાખી તેમની સુરક્ષા માટે ટુ વ્હીલરના સ્ટિયરિંગ પર સેફટી સ્ટેન્ડ લગાડી આપવાનો કેમ્પ કર્યો હતો અને 200થી વધુ વાહનચાલકોને આ સેવા મફતમાં આપી હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments