Thursday, September 23, 2021
Homeઆજે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે, EC સાંજે 5 વાગ્યે પ્રેસ...
Array

આજે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે, EC સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત આજે થઈ શકે છે. ચૂંટણી પંચે સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. વિજ્ઞાન ભવનમાં થનારી આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડા સંબોધિત કરી શકે છે. ગત વખતે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત રવિવારે જ કરવામાં આવી હતી.

આ પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર ડો. એસવાય કુરૈશીએ ટ્વિટર કરી કેટલાંક આંકડાઓ શેર કર્યા છે જે મુજબ 2004માં અધિસૂચના 29 ફેબ્રુઆરી, 2009માં અધિસુચના 2 માર્ચ અને 2014માં અધિસુચના 5 માર્ચે થઈ હતી. એવામાં આ વખતે ચૂંટણી પંચ અધિસૂચના જાહેર કરવામાં મોડા છે.

 ડો. એસવાય કુરૈશીના આંકડા મુજબ 2004માં 1 જૂન, 2009માં 30 મે, 2014માં 3 જૂને લોકસભાનો કાર્યકાળ ખતમ થયો હતો. આ વખતે 2 જૂને લોકસભાનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે. 2004માં ચૂંટણી 20 એપ્રિલથી લઈને 10 મે સુધી ચાર તબક્કામાં થઈ હતી. 2009માં 16 એપ્રિલથી 13 મે વચ્ચે પાંચ તબક્કામાં અને 2014માં 7 એપ્રિલથી 12 મે સુધી 9 તબક્કામાં ચૂંટણી સંપન્ન થઈ હતી. આ વખતે માનવામાં આવે છે કે ચૂંટણી સાત તબક્કામાં થઈ શકે છે. અને ગત વખતની જેમ પહેલાં તબક્કાનું મતદાન 10 એપ્રિલ સુધીમાં થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments