આજે દિલ્હી હાઇકોર્ટમાં હેરાલ્ડ હાઉસને ખાલી કરવા મામલે સુનાવણી હાથ ધરાશે

0
20

દિલ્હીમાં હેરાલ્ડ હાઉસને ખાલી કરવા મામલે દાખલ કરેલી અરજી પર આજે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડે દિલ્હી હાઇકોર્ટની ડિવિઝન બેંચમાં સિંગલ બેંચના આદેશને પડકાર્યો છે. બે સપ્તાહમાં હેરાલ્ડ હાઉસને ખાલી કરવાના આદેશને પડકારતી અરજીમાં 21 ડિસેમ્બરના નિર્ણય પર તાત્કાલિક રોક લગાવવાની માંગણી પણ કરવામાં આવી છે. એજેએલની અરજીમાં જણાવાયું છે કે ન્યાયના હિતમાં ઇમારત ખાલી કરવાના આદેશ પર રોક લગાવવી જરૂરી છે. પહેલા કોર્ટે મામલાની સુનાવણી માટે 15 જાન્યુઆરીની તારીખ નિર્ધારિત કરી હતી. પરંતુ કેસના વકીલો ઉપસ્થિત ન હોવાને કારણે હવે આ સુનાવણી આજે હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે સિંગલ બેંચે જણાવ્યું હતું કે એજેએલ પર યંગ ઇન્ડિયાનો કબ્જો છે. જેના ભાગીદારોમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here