આજે પહેલું શાહી સ્નાન, 13માંથી 9 અખાડાઓના સાધુ-સંતોએ સંગમ તટે ડૂબકી લગાવી

0
79

પ્રયાગરાજ(અલહાબાદ): તીર્થરાજ પ્રયાગમાં મંગળવારથી 49 દિવસ માટે ચાલનારા કુંભનો સવારે બ્રહ્મમુહૂર્ત પ્રારંભ થયો છે. ગંગાના સંગમ તટ પર શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીના ઝુલુસ સાથે સાધુઓએ 5.15 વાગ્યે શાહી સ્નાન કરી કુંભને ખુલ્લો મુક્યો હતો. મહાનિર્વાણી અખાડાના દેવ ભગવાન કપિદ દેવ અને નાગા બાવાઓની આગેવાનીમાં શાહી સ્નાન થયું. આ સાથે જ શ્રી પંચાયતી અટલ અખાડાના સંત આચાર્ય મહામંડલેશ્વરે શાહી સ્નાન સાથે ગંગામાં ડુબકી લગાવી. આ કુંભ મહાશિવરાત્રી સુધી ચાલશે. અંતિમ શાહી સ્નાન 4 માર્ચે થશે જ્યારે કુંભનું સમાપન થશે

કુંભ મહાપર્વમાં ડૂબકી લગાવવા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પહોંચ્યા હતા. તેઓએ શાહી સ્નાનમાં ડૂબકી લગાવી હતી. આ અંગેની જાણ તેઓએ ટ્વિટ દ્વારા કરી હતી.

વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરી કુંભ મેળાની શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ કુંભ આયોજન સફળ થવાની પણ પ્રાર્થના કરી.

અપડેટ

10-40 વાગ્યેઃ શ્રીપંચ નિર્મોહી અખાડાના સાધુ-સંત સ્નાન કર્યું.

9-30 વાગ્યેઃ જૂના અખાડાની સાથે કિન્નર અખાડાએ પણ ડૂબકી લગાવી

8-40 વાગ્યેઃ જૂના અખાડાએ શાહી સ્નાન કર્યું. જેના લગભગ 15 મિનિટ પછી શ્રી શંભૂ પંચ અગ્નિ અને શ્રી પંચ દશનામ આહવાન અખાડાના સાધુ-સંતોએ ડૂબકી લગાવી

8-00 વાગ્યેઃ શ્રી પંચ દશનામ જૂના અખાડા શાહી સવારી સાથે સંગમ પહોંચ્યા. મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ મહારાજની આગેવાનીમાં સંતોએ સંગમમા ડૂબકી લગાવી. જે બાદ શ્રી પંચ દશનામ આહ્વાન અખાડા, શ્રી શંભૂ પંચ અગ્નિ અખાડાના સન્યાસીઓએ શાહી સ્નાન કર્યું.

7-14 વાગ્યેઃ શ્રી પંચાયતી નિરંજની અખાડા, તપોનિધિ શ્રી પંચાયતી અખાડાના સંત સ્નાન કરવા માટે સંગમ તટ પહોંચ્યા. સંત હર હર મહાદેવના જયઘોષ કરતા રહ્યાં.

7-00 વાગ્યેઃ કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ સંગમ તટ પર સ્નાન કર્યું. તેઓએ આ અંગેની જાણકારી ટ્વિટર એકાઉન્ટ પરથી આપી. તેઓએ લખ્યું- હર હર ગંગે.

6-28 વાગ્યેઃ શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણી અને શ્રી પંચાયતી અટલ અખાડાના સંત, સંન્યાસી શાહી સ્નાન માટે સંગત તટ પહોંચ્યા. સૌથી પહેલાં શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીના નાગા સન્યાસીઓએ સંગમમાં ડૂબકી લગાવી. જે બાદ શ્રી પંચાયતી અટલ અખાડાના સંત, આચાર્ય અને મહામંડલેશ્વરે સંગમ તટ પહોંચ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here