આજે ફ્લાવર શો બંધ, બાકીના દિવસોમાં રાતે 11 વાગ્યા સુધી ખુલ્લો રહેશે

0
24

અમદાવાદ: શહેરના રમણીય સ્થળ રિવરફ્રન્ટ પર ફ્લાવર શો 2019નું બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. જોકે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી વીએસ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા આ‌વવાના હોવાથી સુરક્ષાના ભાગરૂપે ફ્લાવર શો 12 વાગ્યા પછી બંધ રાખવામાં આવ્યો છે. આ સમયગાળામાં કોઈ પણ નાગરિકોને એન્ટ્રી મળી શકશે નહીં. મુખ્યમંત્રીની તાકીદ બાદ ફ્લાવર શો સવારે 10થી રાતે 11 વાગ્યા સુધી ખુલ્લો રખાશે. આવતીકાલથી 22 જાન્યુઆરી સુધી લોકો ફ્લાવર શો નિહાળી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here