આજે બીજી વનડે : શ્રીલંકા સામે સતત 10મી સિરીઝ જીતવા ઈન્ડિયન ટીમ ઉતરશે

0
0

ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આજે (મંગળવારે) 3 મેચની વનડે સિરીઝની બીજી મેચ રમાશે. આ વનડે મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યે શરૂ થશે. ઈન્ડિયન ટીમે પહેલી વનડે જીતી હોવાથી સિરીઝ પર 2-0થી પકડ બનાવવાની તક રહેશે. ઈન્ડિયન ટીમ 2005/06થી શ્રીલંકા સામે 9 સિરીઝ જીતી ચૂકી છે, ડબલ ફિગરમાં સિરીઝ જીતવાની તક.

ઈન્ડિયા પાસે શ્રીલંકા સામે સૌથી વધુ વનડે જીતવાના રેકોર્ડમાં પાકિસ્તાનને પાછળ પાડવાની તક રહેશે. ઈન્ડિયાએ 160 મેચમાંથી 92માં શ્રીલંકા ટીમને હરાવી છે. બીજી બાજુ પાકિસ્તાને 155માંથી 92 મેચમાં શ્રીલંકન ટીમને હરાવી છે. જો આ મેચ ઈન્ડિયા જીતશે તો પાકિસ્તાનનો રેકોર્ડ તૂટી જશે.

ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે પહેલી દ્વિપક્ષીય સિરીઝ 1982-83માં રમાઈ હતી. જેમાં ઈન્ડિયન ટીમ જીતી ગઈ હતી. શ્રીલંકા સામે ઈન્ડિયન ટીમે પહેલી મેચ 1979માં રમી હતી. જેમાં શ્રીલંકાએ ઈન્ડિયાને હરાવ્યું હતું.

ઘવનની કેપ્ટનશિપમાં પ્લેયર્સ ઈન ફોર્મ
ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો પહેલી વનડેમાં શિખર ધવનની કેપ્ટનશિપમાં યૂવા ટીમે સારૂ પ્રદર્શન કર્યું હતું. બેટિંગની વાત કરીએ તો તેમા પૃથ્વીથી લઇને ઈશાન જેવા આક્રમક બેટ્સમેને શ્રીલંકન ટીમને અઘરા સવાલો પૂછ્યા હતા. ઈન્ડિયાએ પાવર-પ્લે (પહેલી 10 ઓવર)માં 8 વર્ષનો સૌથી હાઈ સ્કોર બનાવ્યો હતો.

મનીષ પાંડે બીજી વનડેમાં બેટિંગ પ્લાન બદલશે
ટીમ ઈન્ડિયાનો સ્કોર પાવર પ્લે-1માં 91/1 હતો, જે છેલ્લા 8 વર્ષમાં સૌથી વધુ છે. આની પહેલા ઈન્ડિયન ટીમે 2019માં વેસ્ટઈન્ડિઝ સામે 83/0નો સ્કોર બનાવ્યો હતો. મિડલ ઓર્ડરમાં ઈશાન કિશન, મનીષ પાંડે અને સૂર્યકુમાર જેવા બેટ્સમેન હોવાથી ઈન્ડિયન ટીમની બેટિંગ લાઇનઅપ આક્રમક છે. જોકે પહેલી વનડેમાં મનીષ પાંડે બેટિંગ દરમિયાન સ્ટ્રગલ કરતો જોવા મળ્યો હતો, જેથી બીજી મેચમાં તે પરફોર્મન્સ સુધારવાની કોશિશ કરશે.

ભુવનેશ્વરની બોલિંગમાં પહેલા જેવી વાત નહતી
જોકે બોલિંગમાં વાઇસ કેપ્ટન ભુવનેશ્વર ફોર્મમાં નહોતો જોવા મળ્યો. ડેથ ઓવર્સમાં ઈન્ડિયન બોલર્સને બુમરાહની યાદ આવી, કારણ કે ઈન્ડિયન ટીમના બોલર્સે અંતિમ 5 ઓવરમાં 10ના રેટથી લગભગ 50થી વધુ રન આપ્યા હતા. ભુવીનું ફોર્મ ના હોવાથી અટકલો લગાવાઈ રહી છે કે નવદીપ સૈનીને પ્લેઇંગ-11માં તક મળી શકે છે.

ટીમ ઈન્ડિયા સિરીઝમાં ‘ફેવરિટ્સ’
ઈન્ડિયન ટીમમાં મોટાભાગના ડેબ્યૂટન્ટ ખેલાડીઓ છે, તેમછતાં નિષ્ણાતોના મત મુજબ આ સિરીઝ જીતવાના ચાન્સ ટીમ ઈન્ડિયા પાસે વધુ છે. ઈન્ડિયા ટીમ ફેવરિટ હોવાનું બીજુ કારણ એ પણ છે કે શ્રીલંકન ટીમના ખેલાડી અને બોર્ડ વચ્ચે વિવાદ પહેલા કરતા પણ વધુ વકર્યો છે. તેવામાં બોર્ડે 28 વનડેના અનુભવી એવા દસુન શનાકાને ટીમનો કેપ્ટન બનાવાતા નિષ્ણાતોનું માનવું છે કે ઈન્ડિયન ટીમ જ આ બંને સિરીઝ જીતી જશે. અત્યારે ઈન્ડિયન ટીમ 1-0થી આગળ છે.

સ્ટેટ્સ એન્ડ રેકોર્ડ્સ

  • 2019ના વર્લ્ડ કપ પછીથી 19 વનડેમાં ભારતે પાવર-પ્લેમાં માત્ર 9 વિકેટ લીધી છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાની બોલિંગ એવરેજ 126 હતી અને ઇકોનોમી રેટ 5.97 હતો. તે 12 ટેસ્ટ રમનારા દેશોમાં સૌથી ખરાબ છે.
  • 2019ના વર્લ્ડ કપથી ઈન્ડિયાએ વનડેમાં અંતિમ 10 ઓવરમાં 8 ઓવર દીઠ 8.16 રન પ્રતિ ઓવર બનાવ્યા છે. ડેથ ઓવરમાં આ ત્રીજો સૌથી ખરાબ રેકોર્ડ છે. ઈન્ડિયાથી સારો રેટ તો ઝિમ્બાબ્વે (8.36 રન પ્રતિ ઓવર) અને ઓસ્ટ્રેલિયાનો(8.19 રન પ્રતિ ઓવર) છે.
  • વર્ષ 2019ના વર્લ્ડ કપ પછી ઈન્ડિયન ટીમ મિડલ ઓવરમાં (10થી 40) પરફેક્ટ સ્કોરિંગ રેટ ધરાવે છે. ટીમ ઈન્ડિયાએ આ સમયગાળા દરમિયાન 94.71ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે.
  • મિડલ ઓવરમાં શ્રીલંકાનો સ્કોરિંગ રેટ અફઘાનિસ્તાન પછીનો સૌથી ખરાબ છે. શ્રીલંકાએ ઈન્ડિયા સામેની પ્રથમ વનડે મેચમાં 10થી 40 ઓવરમાં માત્ર 9 બાઉન્ડરી મારી હતી.

બંને ટીમોઃ

ઈન્ડિયન સંભવિત પ્લેઇંગ-11: શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ

શ્રીલંકન સંભવિત પ્લેઇંગ-11: દસુન શનાકા (કેપ્ટન), અવિષ્કા ફર્નાંડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષા, ધનંજય ડિસિલ્વા, ચરિથ અસાલંકા, વાનિંદુ હસારંગા, ચામિકા કરુણારત્ને, ઇસરુ ઉદાના, દુષ્મંથા ચમીરા, લક્ષણ સંદાકન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here