Tuesday, January 18, 2022
Homeઆજે રાહુલ ગાંધી હુકમનું પત્તુ ફેંકશે, દેશની જનતાની રહેશે નજર
Array

આજે રાહુલ ગાંધી હુકમનું પત્તુ ફેંકશે, દેશની જનતાની રહેશે નજર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. જેમાં ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. મોનિફેસ્ટો માં રોજગાર, પર્યાવરણ અને શહેરીકરણ પર ખાસ ફોકસ હશે. જોકે આ વખતે રાહુલ ગાંધીની જાહેરાતો જે પણ હશે પણ ન્યૂનતમ આવક યોજના હુકમનું પત્તું સાબિત થઈ શકે છે.

આજે જાહેર થનારા ચૂંટણી ઢંઢેરામાં 2014ના ચૂંટણી ઢંઢેરાથી નવું શું હશે તેની પર સૌની નજર છે. નવી જાહેરાતોમાં ખેડૂતોને પાક ઉત્પાદનનો યોગ્ય ભાવ આપવાની યોજના, તેમના ઉત્પાદન માટે વિશ્વ બજાર સ્થાપિત કરવાની જાહેરાત થઈ શકે છે.

તો ખેડૂતોના દેવા માફીની પણ મોટી જાહેરાત થઈ શકે છે. તો મહત્વનું છે કે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે સત્તા પર આવશે તો જીએસટી બદલીને સરળ કરી દેવાશે અને નીતિ આયોગ ખતમ કરીને ફરીથી યોજના આયોગ શરૂ કરાશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular