આજે શ્રીદેવીની પ્રથમ પુણ્યતિથિ, શ્રીદેવીની ફેવરિટ સાડીની હરાજી, જાન્હવી કપૂરે શેર કર્યો ઈમોશનલ મેસેજ

0
48

બોલિવૂડ ડેસ્ક: શ્રીદેવીની આજે પ્રથમ પુણ્યતિથિ છે. ગયા વર્ષે 24 ફેબ્રુઆરીએ દુબઈની હોટેલમાં એમનું નિધન થયું હતું. શ્રીદેવીની મોટી દીકરી જાન્હવી કપૂરે આજે માતાને યાદ કરતા સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું, ‘મારું દિલ હંમેશાં ભારે રહેશે, પણ છતાં હું હસતી રહીશ કારણકે એમાં તમે છો.’ આ ફોટો પર કમેન્ટ માં સોનમ કપૂર, કરણ જોહરે લવ યુ કહ્યું હતું. તિથિ મુજબ શ્રીદેવીની પુણ્યતિથિ 14 ફેબ્રુઆરીએ હતી, જ્યારે તારીખ લેખે એમની પુણ્યતિથિ 24 ફેબ્રુઆરીના દિવસે આવે છે. 14 ફેબ્રુઆરીએ બોની કપૂરે શ્રીદેવીના ચેન્નઈ ખાતેના નિવાસસ્થાને એક પૂજાનું આયોજન કરેલું, જેમાં અનિલ કપૂર અને દક્ષિણના અભિનેતાઓએ હાજરી આપેલી.

બોની કપૂર પત્ની શ્રીદેવીની ગમતી સાડીની હરાજી કરી રહ્યા છે 
શ્રીદેવીના ફિલ્મમેકર પતિ બોની કપૂર પત્નીની યાદમાં તેમની ફેવરિટ હાથવણાટથી બનેલી કોટા સાડીની હરાજી કરી રહ્યા છે. સાડીની હરાજી ઓનલાઇન parisera.com પર શરૂ થઇ ગઈ છે. આ હરાજીમાં એકઠી થનારી રકમ પૈસા મહિલા, બાળકો, વૃદ્ધો અને અંડરપ્રિવિલેજ્ડ લોકોની મદદ કરનાર ‘કન્સર્ન ઇન્ડિયા ફાઉન્ડેશન’ એનજીઓને ચેરિટીરૂપે આપવામાં આવશે. સાડી માટેની બોલી 40 હજારથી શરૂ થયેલી અને આ લખાય રહ્યું છે ત્યારે છે ત્યારે સાડીની બોલી 1 લાખ 30 હજાર સુધી પહોંચી ગઈ છે.

છેલ્લો વીડિયો થઇ રહ્યો છે વાયરલ

એનિવર્સરી પર બોની કપૂરે શ્રીદેવીની અંતિમ તસવીરો સાથે શેર કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં દુબઈના ફેમિલી ફંક્શનના ફોટો છે. ત્યાં શ્રીદેવી મૃત્યુ પહેલાં છેલ્લી વખત જોવા મળ્યાં હતાં. શ્રીદેવીનાં આકસ્મિક મૃત્યુ પછી બોની કપૂરનો સમગ્ર પરિવાર વાર-તહેવારે સાથે જોવા મળે છે. શ્રીદેવીનાં અવસાનના બે મહિના પછી અનિલ કપૂરની દીકરી સોનમનાં લગ્ન વખતે પણ સમગ્ર પરિવાર એકસાથે હાજર રહેલો. સોશિયલ મીડિયામાં જાન્હવી, ખુશી તથા બોની કપૂરની પહેલી પત્ની મોનાનાં સંતાનો અર્જુન અને અંશુલા પણ સાથે જોવા મળે છે. ગયા વર્ષે રક્ષાબંધન પર પણ અર્જુન કપૂરે પોતાના તમામ પિતરાઈ ભાઈ-બહેનો સાથેની તથા કાકા બોની તથા સંજય કપૂર અને દાદી સાથેની તસવીરો શેર કરી હતી. ‘કોફી વિથ કરન’ શોમાં પણ જાન્હવી અને અર્જુન કપૂર એકસાથે જોવા મળ્યાં હતાં.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here