Monday, January 24, 2022
Homeઆજે સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર મુદ્દે મહત્વપૂર્ણ સુનાવણી
Array

આજે સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર મુદ્દે મહત્વપૂર્ણ સુનાવણી

રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાશે. રામ મંદિર-બાબરી મસ્જીદ જમીન વિવાદ મામલાને મધ્યસ્થી માટે મોકલવો કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે. સુપ્રીમ કોર્ટે ગત સુનાવણી દરમ્યાન સલાહ આપી હતી કે બંને પક્ષકારો વાતચીતનો રસ્તો કાઢવા માટે વિચાર કરે. જો એક ટકો પણ વાતચીત થવાની શક્યતા હોય તો તેનો પ્રયાસ કરવો જોઇએ તેમ સુપ્રીમે જણાવ્યું હતું.

જો કે આ દરમ્યાન મુસ્લિમ પક્ષકારોના વકીલે જણાવ્યું હતું કે તેઓ વાતચીત માટે પ્રયાસો કરી શકે છે. પરંતુ રામ મંદિર પક્ષકારોના વકીલે જણાવ્યું હતું કે વાતચીતના પ્રયાસો પહેલા થઇ ચૂક્યા છે અને મધ્યસ્થીની કોઇ શક્યતા નથી. મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવને કોર્ટને જણાવ્યું હતું કે જો કોર્ટ ઇચ્છે છે તો તેઓ વાતચીતનો પ્રયાસ કરી શકે છે.

હિંદુ પક્ષકારોના વકીલ રંજીત કુમારે જણાવ્યું હતું કે સમગ્ર મામલે મધ્યસ્થી શક્ય જ નથી. આથી મામલાની આગળ સુનાવણી થવી જોઇએ. સુપ્રીમે કહ્યું કે બંને પક્ષ આ મામલે પોતાના મત કોર્ટને જણાવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular