Monday, October 25, 2021
Homeઆજોડમાં દારૂના અડ્ડા પર રેડ પાડવા ગયેલી પોલીસ પર બુટલેગરોનો હુમલો, પોલીસ...
Array

આજોડમાં દારૂના અડ્ડા પર રેડ પાડવા ગયેલી પોલીસ પર બુટલેગરોનો હુમલો, પોલીસ પર તોડફોડનો આક્ષેપ

વડોદરા: શનિવારે જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી આજોડ ગામ પાસેના મેદાનમાં થવાની છે, ત્યારે દેશી-પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રની આબરૂ પર ઢાંક-પીછોડો કરવા માટે તાલુકા પોલીસ ગુરૂવારે મોડી રાત્રે વિદેશી દારૂથી ધમધમતા આજોડ ગામમાં દરોડો પાડયો હતો. પોલીસે દરોડો પાડતા જ બુટલેગરો ભેગા થઇ ગયા હતા. અને પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કરતા પોલીસ પરત ફરી ગઇ હતી. બુટલેગરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક પોલીસ જવાનને ઇજા પહોંચી હતી. દરમિયાન મોડી રાતનો બદલો લેવા માટે આજે પોલીસે બુટલગરોના ઘરમાં કોમ્બિંગના નામે ઘૂસી જઇ તોડફોડ મચાવી હતી.

ગભરાયેલા બુટલગરો ગામમાંથી ફરાર

ગભરાઇ ગયેલા બુટલેગરો આજે વહેલી સવારે પોતાના મકાનોને તાળાં મારી પરિવાર સાથે ગામ છોડીને ફરાર થઇ ગયા હતા. બીજી બાજુ આજે સવારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ, તાલુકા પોલીસના પોલીસ અધિકારીઓ સહિત 30 જવાનોનો કાફલો મોડી રાત્રે હુમલો કરનાર બુટલેગરોને પકડવા માટે આજોડ ગામમાં પહોંચી ગયો હતો.

પોલીસે તોડફોડ કરી હોવાનો ગામ લોકોનો આક્ષેપ

સ્થાનિક લોકોએ પોલીસ ઉપર આરોપ મૂક્યો હતો કે, બુટલેગરો ગામમાં ન મળતા પોલીસે બુટલેગરોના મકાનોના તાળાં તોડી ઘરમાં ઘૂસી ગઇ હતી. અને ટી.વી., ફ્રિઝ, એ.સી. સહિત ઘરવખરી સામાનની તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. આ ઉપરાંત ગામ લોકોએ બુટલેગરોના મકાનમાંથી પોલીસે લૂંટ પણ ચલાવી હોવાનો આરોપ મૂક્યો હતો.

આજોડમાં માર્ગ-મકાન મંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે ધ્વજ વંદન થશે

26 જાન્યુઆરીના રોજ વડોદરા જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી આજોડ ગામ પાસેના મેદાનમાં થવાની છે. જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણીમાં રાજ્યના માર્ગ અને મકાન મંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે ધ્વજ વંદન થનાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments