Monday, September 26, 2022
Homeઆઝમગઢથી ચૂંટણી લડશે અખિલેશ યાદવ, સપાના સ્ટાર પ્રચારકોની યાદીમાં મુલાયમનું નામ ગાયબ
Array

આઝમગઢથી ચૂંટણી લડશે અખિલેશ યાદવ, સપાના સ્ટાર પ્રચારકોની યાદીમાં મુલાયમનું નામ ગાયબ

- Advertisement -

નવી દિલ્હીઃ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી TMCએ તે મીડિયા રિપોર્ટસનું ખંડન કર્યું છે જેમાં પાર્ટીના નામથી ‘કોંગ્રેસ’ શબ્દ અલગ કરવાની વાત કરવામાં આવી છે. શનિવારે પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું કે ચૂંટણી પંચમાં પાર્ટીનું નામ ઓલ ઈન્ડિયા તૃણુમૂળ કોંગ્રેસના નામથી જ છે. નામ અને ચૂંટણી ચિન્હ (ફુલ અને ઘાસ)ને ચૂંટણી પંચે 1 જાન્યુઆરી, 1998નાં રોજ સ્વીકૃત કર્યું છે.

આઝમગઢથી અખિલેશ અને રામપુરથી આઝમ ખાન ચૂંટણી લડશે: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના આઝમગઢથી ચૂંટણી લડશે. તો સપાના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ મંત્રી આઝમ ખાન રામપુર લોકસભા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે.

સપાએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, મુલાયમનું નામ નથી: સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પોતાના સ્ટાર પ્રચારકોના નામની એક યાદી જાહેર કરી છે. જેમાં સમાજવાદી પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અખિલેશ યાદવ અને પ્રમુખ મહાસચિવ રામગોપાલ યાદવ સહિત તમામ નેતાઓના નામ સામેલ છે પરંતુ મુલાયમ સિંહ યાદવનું નામ યાદીમાં નથી.

2003 બાદ દિગ્ગીરાજા ફરી ચૂંટણી મેદાનમાં
કોંગ્રેસે શનિવારે મોડી રાત્રે લોકસભા ચૂંટણીના ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી. જેમાં ભોપાલ લોકસભા બેઠકથી દિગ્વિજય સિંહને ટિકિટ આપવામાં આવી છે. લાંબા સમયથી આ વાતની ચર્ચા ચાલી રહી હતી કે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભા સભ્ય દિગ્વિજય સિંહ રાજગઢ છોડીને ભોપાલથી ચૂંટણી લડશે. શનિવારે મોડી રાત્રે આ વાત પર મોહર લાગી છે. આ પહેલાં દિગ્વિજય સિંહ 2003માં મધ્યપ્રદેશ વિધાનસભામાંથી ચૂંટણી લડ્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે ભોપાલ લોકસભા સીટથી ચૂંટણી લડવાની જાહેરાત કર્યાને થોડાં કલાક બાદ જ દિગ્વિજયે શનિવારે કહ્યું હતું કે આમ તો મારી પહેલી પ્રાથમિકતા રાજગઢ લોકસભા સીટ છે પરંતુ તેમ છતાં પાર્ટી જ્યાંથી ચૂંટણી લડાવવા ઈચ્છશે ત્યાંથી લડીશ. તો મથુરા બેઠક પરથી મહેશ પાઠકને ટિકિટ આપવામાં આવી છે. આ સીટ પરથી ભાજપ સાંસદ હેમા માલિનીની સામે હરિયાણવી ડાન્સર સપના ચૌધરીને ટિકિટ આપવાની ચર્ચા હતી. શનિવારે જ સપનાએ કોંગ્રેસમાં જોડાઈ છે.
MLA દુર્યોધન માઝી પાર્ટીમાં પરત
ધારાસભ્ય દુર્યોધન માઝી BJDમાં પરત ફર્યા છે. જે અંગે ઓરિસ્સાના મુખ્યમંત્રી અને BJD પ્રમુખ નવીન પટનાયકે કહ્યું કે, “હું ખુશ છું કે ધારાસભ્ય દુર્યોધન માઝી પાર્ટીમાં પરત આવ્યાં. હું તેમનું સ્વાગત કરું છું. તેમના આવવાથી BJD વધુ મજબૂત થશે.”
અમે વિરોધ કરીશું- કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સભાસ્થળ બદલવાની રૂટીની પ્રક્રિયા ગણાવનાર પોલીસનો દાવો આમઆદમી પાર્ટીએ ફગાવ્યો છે. શનિવારે શકૂર બસ્તીમાં કેજરીવાલની ચૂંટણી સભા કરવાના હતા પરંતુ પોલીસે પહેલાં જ અનુમતિ આપી ન હતી અને તેઓને સ્થળ બદલવાની સલાહ આપી હતી. આ અંગે કેજરીવાલે કહ્યું કે દિલ્હી પોલીસ મોદી પોલીસની જેમ કામ કરે છે. તેમનો આ નિર્ણય રાજકીય પક્ષપાત દેખાડે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular