Tuesday, December 7, 2021
Homeઆઝાદીના 70 વર્ષમાં પ્રથમ વખત પ્રજાસત્તાક દિને ભારતનો ‘ક્રિકેટસત્તાક’ વિજય
Array

આઝાદીના 70 વર્ષમાં પ્રથમ વખત પ્રજાસત્તાક દિને ભારતનો ‘ક્રિકેટસત્તાક’ વિજય

સ્પોર્ટ્સ ડેસ્ક: આઝાદીના 70 વર્ષમાં પ્રથમ વખત પ્રજાસત્તાક દિને ભારતનો ‘ક્રિકેટસત્તાક’ વિજય થયો હતો. ભારતે આ પહેલા 26મી જાન્યુઆરીના રોજ 3 વનડે રમ્યું હતું પરંતુ એક પણ વખત જીતનો સ્વાદ ચાખી શક્યું ન હતું. 325 રનનો પીછો કરતા કુલદિપ યાદવની સ્પિન સામે હથિયાર હેઠા મૂકી દેતા કિવિઝ 40.2 ઓવરમાં 234 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.


ભારતની માઉન્ટ માઉનગાનુઈ ખાતેની 90 રનની જીતમાં રોહિત શર્મા અને ચાઈનામેન કુલદિપે મુખ્ય ભૂમિકા ભજવી હતી. 87 રનની ઇંનિંગ્સ રમવા બદલ રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જયારે કુલદિપે સતત બીજી મેચમાં ચાર વિકેટ લીધી હતી અને ન્યુઝલેન્ડમાં સતત બે મેચમાં ચાર વિકેટ લેનાર પ્રથમ સ્પિનર બન્યો હતો. કિવિઝ માટે એકમાત્ર ડગ બ્રેસવેલે અર્ધ સદી ફટકારી હતી. તેણે 46 બોલમાં 5 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી 57 રન કર્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન શરૂઆતને મોટા સ્કોરમાં પરિવર્તિત કરી શક્યો ન હતો. ભારત માટે ભુવનેશ્વર કુમાર અને યૂઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ, જયારે મોહમ્મદ શમી અને કેદાર જાધવે 1-1 વિકેટ લીધી હતી.

*ન્યુઝીલેન્ડમાં પોતાની પ્રથમ બંને વનડે જીતનાર કોહલી પહેલો ભારતીય કેપ્ટ્ન બન્યો છે.

26 જાન્યુઆરીએ રમાયેલા મુકાબલામાં ભારતનું પ્રદર્શન

2019 v ન્યુઝીલેન્ડ, માઉન્ટ માઉનગાનુઈ, જીત્યા*
2015 v ઓસ્ટ્રેલિયા, સિડની, નો રિઝલ્ટ
2000 v ઓસ્ટ્રેલિયા, એડિલેડ, હાર્યા
1986 v ઓસ્ટ્રેલિયા, એડિલેડ, હાર્યા

ન્યુઝીલેન્ડમાં રનના માર્જિનથી ભારતની જીત:

90 v ન્યુઝીલેન્ડ, માઉન્ટ માઉનગાનુઈ, 2019*
84 v ન્યુઝીલેન્ડ, હેમિલ્ટન , 2009
58 v ન્યુઝીલેન્ડ, ક્રાઇસ્ટચર્ચ , 2009
55 v ઝિમ્બાબ્વે , હેમિલ્ટન , 1992

37 વનડે બાદ સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર્સ

86 રાશિદ ખાન
77 કુલદિપ યાદવ
73 સ્ક્લેન મુસ્તાક/ મિચેલ સ્ટાર્ક
72 અજંથા મેંડિસ
71 શેન બોન્ડ / હસન અલી

ન્યુઝીલેન્ડમાં ચાર વિકેટ લેનાર ભારતીય બોલર્સ

2 – અનિલ કુંબલે
2 – જવાગલ શ્રીનાથ
2 – કુલદિપ યાદવ
1 – મોહમ્મદ શમી

ન્યુઝીલેન્ડમાં ધોનીએ રમેલી 7 વનડેમાં તેનું પ્રદર્શન:

48*, 85*, 47, 79*, 50, 56, 40

2019ના ચાર વનડેમાં ધોનીનું પ્રદર્શન:

48*, 87*, 55*, 51

ભારત- ન્યુઝીલેન્ડ વનડેમાં સૌથી વધુ રન

1750 સચિન તેંડુલકર
1242 વિરાટ કોહલી*
1207 નેથન એસ્લે
1157 વિરેન્દ્ર સહેવાગ

ભારત માટે વિદેશમાં સૌથી વધુ વખત 100 રનની ભાગીદારી (વનડેમાં)

18 – ગાંગુલી/તેંડુલકર
10 – ધવન /રોહિત*
9 – કોહલી /રોહિત

ભારત માટે સૌથી વધુ વખત 100 રનની ભાગીદારી (વનડેમાં)

26 તેંડુલકર -ગાંગુલી
15 રોહિત -કોહલી
14 રોહિત -ધવન*
13 તેંડુલકર -સેહવાગ

ન્યુઝીલેન્ડમાં ભારત માટે સૌથી વધુ સદીની ભાગીદારી

2 – એમએસ ધોની /સુરેશ રૈના
2 – શિખર ધવન /રોહિત શર્મા *

પ્રથમ વિકેટ:
ગુપ્ટિલ ભુવનેશ્વરની બોલિંગમાં થર્ડમેન પર ચહલને કેચ આપી બેઠો હતો. તેણે 16 બોલમાં 15 રન કર્યા હતા. ચહલે બાઉન્દ્રી ઉપર સરસ કેચ કર્યો હતો.

બીજી વિકેટ:
કેન વિલિયમ્સન જગ્યા ઉપર ઉભા રહીને કટ કરવા જતા ઇનસાઇડ એજ થઈને બોલ્ડ થયો હતો. ઓવરના 4 બોલમાં 18 રન આવ્યા પછી વિલિયમ્સને આવો શોટ રમવાની કોઈ જરૂર ન હતી. તેણે 11 બોલમાં 20 રન કર્યા હતા.

ત્રીજી વિકેટ:
યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં રિવર્સ સ્વિપ શોટ મારવા જતા મુનરો એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. તેણે 41 બોલમાં 31 રન કર્યા હતા.

https://twitter.com/monicas004/status/1089067315524595712

ચોથી વિકેટ:

ટેલર જાધવની બોલિંગમાં ફ્લાઇટમાં ડીસીવ થતા સ્ટમ્પ થયો હતો. ધોનીએ શાનદાર રીતે વિકેટ પાછળ પોતાની ઝડપનો પરચો આપ્યો હતો. ટેલરે 25 બોલમાં 22 રન કર્યા હતા.

પાંચમી વિકેટ:

કુલદીપ યાદવની બોલિંગમાં લેથમ લેન્થ રીડ ન કરી શક્યો હતો અને સાથે ફ્લાઇટમાં પણ ડીસીવ થયો હતો. બોલ તેના પાછળના પેડ પર વાગતા તે પ્લમ્બ આઉટ હતો. તેણે 32 બોલમાં 3 ચોક્કા અને 1 છગ્ગો ફટકારી 34 રન કર્યા હતા.

છઠી વિકેટ:

કુલદિપના રોન્ગ વન (જે બોલ પીચ થઈને બહાર જાય)ને રીડ ન કરી શકતા, ગ્રેન્ડહોમ સ્લોગ-સ્વિપ ફટકારવા જતા માત્ર એજ મેળવી શક્યો હતો. ડીપ મિડવિકેટ પર અંબાતી રાયુડુએ તેનો સરસ કેચ કર્યો હતો. ગ્રેન્ડહોમ 8 બોલમાં 3 રન કરી આઉટ થયો હતો.

સાતમી વિકેટ:

હેનરી નિકોલસે ખરાબ શોટ સિલેક્શનનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું. કુલદિપના બહાર જતા બોલને સ્લોગ કરવા જતા તે બેકવર્ડ પોઇન્ટ પર શમીને આસાન કેચ આપી બેઠો હતો. તેણે 38 બોલમાં 28 રન કર્યા હતા.

આઠમી વિકેટ:

ઈશ સોઢી કુલદિપના બોલમાં સ્ટમ્પની એક્રોસ આવીને રમ્યો હતો. કુલદિપનો પરફેક્ટ ચાઇનામેન પીચ થઈને અંદર આવ્યો અને સોઢીના સ્ટમ્પને મળ્યો હતો. જયારે મેન બેટ્સમેન કુલદિપને રીડ નથી કરી શકતા તો નવમા નંબરે બેટિંગ કરવા આવેલા સોઢીનો શું વાંક? તે પહેલા બોલે આઉટ થયો હતો!

નવમી વિકેટ:

એકલો પડી ગયેલો બ્રેસવેલ આડેધડ શોટ્સ ફટકારી રહ્યો હતો. ભુવનેશ્વરના બોલને લોન્ગ-ઓન ઉપર સિક્સ મારવાના પ્રયાસમાં તે ધવનના હાથે ઝડપાઇ ગયો હતો. બ્રેસવેલે 46 બોલમાં 57 રન કર્યા હતા. કિવિઝના બેટ્સમેનોમાં તેણે સૌથી સારું પ્રદર્શન કર્યું હતું.

દસમી વિકેટ:

ચહલના ફ્લાઈટેડ બોલને સિક્સ મારવાના પ્રયાસમાં લોકી ફર્ગ્યુસન લોન્ગ-ઓન પર વિજય શંકરને કેચ આપી બેઠો હતો. તેણે 20 બોલમાં 12 રન કર્યા હતા.

પ્રથમ દાવમાં ભારતે 324 રન કર્યા

ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 324 રન કર્યા છે. ભારત માટે રોહિત શર્માએ 87 રન (38મી ફિફટી) અને શિખર ધવને 66 (27મી ફિફટી) રન કર્યા હતા. રોહિત અને ધવને ઓપનિંગ વિકેટ માટે 154 રનની ભાગીદારી કરી હતી અને એક સમયે ભારત 350 થી વધુ નો સ્કોર કરશે તેમ જણાતું હતું પરંતુ મિડલ ઓવર્સમાં કિવિઝે ભારતની સ્કોરિંગ રેટ ઉપર બ્રેક લગાવી હતી. વિરાટ કોહલી 43 અને અંબાતી રાયુડુ 47 રને આઉટ થયા હતા. તે બંને ફિફટી ચૂકવા ઉપરાંત અંતિમ ઓવર્સ સુધી ના રમતા ભારતને 20-25 રનનું નુકશાન થયું હતું। એમએસ ધોનીએ અણનમ 48 રન કર્યા હતા જયારે કેદાર જાધવે 10 બોલમાં 22 રન કરી મહત્વની ઇંનિંગ્સ રમી હતી. કિવિઝ માટે ટ્રેન્ટ બોલ્ટ અને લોકી ફર્ગ્યુસને બે-બે વિકેટ લીધી હતી. ભારત 41 થી 45 ઓવર દરમિયાન માત્ર 29 રન કરી શક્યું હતું, જે હાર અને જીતનું અંતર સાબિત થઇ શકે છે.

100 રનની ભાગીદારી

ધવન અને રોહિતે 14મી વખત 100 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતીય ઓપનર્સે શરૂઆતથી જ એગ્રેસીવ રમત દાખવી હતી. કિવિઝે પહેલી 12 ઓવરમાં જ 5 બોલિંગ ચેન્જીસ કર્યા હતા, જે હાઈ સ્કોરિંગ મુકાબલાના સંકેત આપે છે.

પ્રથમ વિકેટ:

ટ્રેન્ટ બોલ્ટના શોર્ટ અને વાઈડ બોલને કટ કરવા જતા ધવન કીપર લેથમને કેચ આપી બેઠો હતો. લેથમે પોતાની ડાબી બાજુ ડાઇવ લગાવી શાનદાર કેચ કર્યો હતો. ધવન 67 બોલમાં 66 રન કરી આઉટ થયો હતો. (154-1)

બીજી વિકેટ:

ફર્ગ્યુસન રોહિતને સતત શોર્ટ બોલ નાખતો હતો અને અંતે આ સ્ટ્રેટેજી તેને ફળી છે. રોહિત પાસે શોટ રમવા ઘણો ટાઈમ હતો પરંતુ તેણે ડીપ સ્ક્વેરલેગમાં ફિલ્ડિંગ કરતા ગ્રેન્ડહોમને કેચ આપી બેઠો હતો. તેણે 96 બોલમાં 9 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી 87 રન કર્યા હતા. (172-2)

ત્રીજી વિકેટ:

કોહલી ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં પુલ કરવા જતા ફાઈન લેગ પર સોઢીને કેચ આપી બેઠો હતો. તેણે 45 બોલમાં 5 ચોક્કા ફટકારી 43 રન કર્યા હતા.(236-3)

ચોથી વિકેટ:

રાયુડુ ફર્ગ્યુસનની બોલિંગમાં કોટ અને બોલ આઉટ થયો હતો. તેણે 49 બોલમાં 47 રન કર્યા હતા. રનરેટ વધારવાના પ્રયાસમાં તે આઉટ થયો હતો.


હળવદની દીકરીએ ટૉસ ઉછાળ્યો હતો

મૂળ હળવદના વતની અને વર્ષ 2007 થી ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા નિલયભાઈ રાવલ ન્યુઝીલેન્ડની સીટીઝનશીપ ધરાવે છે.તેઓ હાલ ન્યુઝીલેન્ડમાં બિઝનેશ કરી રહ્યા છે તેની દિકરી હનાહનો જન્મ 2010માં થયો હતો. અને માત્ર નવ વર્ષની દીકરીએ ANZ બેંકની કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો. જેમાં તે વિજેતા બની છે અને આ બેંક હાલ ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલી વનડે સીરીઝમાં મુખ્ય સ્પોન્સર છે. આથી હનાહ રાવલને ટોસ ઉછાળવાનો સોનેરી અવસર પ્રાપ્ત થયો છે. મૂળ ગુજરાતના મોરબી જિલ્લાના હળવદના વતની એવા રાવલ પરિવારની દીકરી હનાહ રાવલ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનાર બીજી વનડે મેચમાં ટોસ ઉછાળ્યો હતો અને કોહલીએ ટૉસ જીતીને બેટિંગ લીધી હતી.

ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ લીધી

ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નથી, જયારે કિવિઝે મિશેલ સેન્ટનર અને ટિમ સાઉથીની જગ્યાએ ઈશ શોધી અને ડી ગ્રેન્ડહોમને રમાડ્યા છે. ભારત પાંચ મેચની સિરીઝમાં 1-0 થી આગળ છે.

ટીમ ઇન્ડિયા:

વિરાટ કોહલી (કેપ્ટ્ન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયુડુ, કેદાર જાધવ, મહેન્દ્રસિંહ ધોની, કુલદિપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અને વિજય શંકર.

ટીમ ન્યુઝીલેન્ડ:

કેન વિલિયમ્સન (કેપ્ટ્ન), રોસ ટેલર, ટ્રેન્ટ બોલ્ટ, ડગ બ્રેસવેલ, કોલીન ડી ગ્રેન્ડહોમ, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, ટોમ લેથમ, કોલીન મુનરો, હેનરી નિકોલસ, અને ઈશ શોધી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments