આણંદમાં સુપ્રિમ કોર્ટનાં આદેશનો ઉલાળ્યો, જાણો ગાયક કલાકારે ચાલુ કાર્યક્રમમાં શું કર્યુ?

0
60

શિક્ષણનગરી વિદ્યાનગરમાં ગઈ કાલે સરકારી તંત્ર દ્વારા લોકડાયરાનું આયોજન કરાયું હતું. પુલવામા હુમાલ બાદ શહિદો માટે ઠેર ઠેર ચેરીટી કાર્યક્રમો થઈ રહ્યા છે.જેમાં શહિદોને આર્થીક સહાય સહિતની અનેકવિધ નેક પ્રવૃતિઓ થઈ રહિ છે. જેમાં ગઈ કાલે આણંદનાં વલ્લભ વિદ્યાનગરમાં લોકડાયરાનું આયોજન કરાયું હતું. આ ડાયરામાં લોક કલાકારો તરીકે પદ્મશ્રી ભીખુદાન ગઢવી,લાડકી ફેઇમ ર્કિતીદાન ગઢવી, લોકગાયિકા ફરીદા મીર તેમજ અભેસિંહ રાઠોડે ગીત-સંગીતની રમઝટ બોલાવી હતી.

ગઈ કાલે રાત્રે યોજીત આ કાર્યક્રમનું આયોજન રાજ્યના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આક શઆમ ભારતકી સેના કે નામ શિર્ષક હેઠળ આયોજીત કાર્યક્રમ દેશ ભક્તિના બદલે રાજકીય ભક્તિ કાર્યક્રમ બની ગયો હતો.

પુલવામાં આતંકી હુમલામાં શહિદ સીઆરપીએફ જવાનોને શ્રદ્ધાસુમન આપવા યોજાયેલા આ કાર્યક્રમમાં ગાયિકા ફરીદા મીરે ફિર સે એક બાર મોદી સરકારના નારાઓ પોકારતા તેમજ પોતે ભાજપ માટે વર્ષોથી પ્રચાર કરું છું તેમ કહી કાર્યક્રમને રાજકીય રંગ આપવામાં આવ્યો હતો. લોક ગીતો અને દેશ ભક્તિના ગીતોની રમઝટ વચ્ચે આ કાર્યક્રમ રાજકીય રંગે રંગાયો હોય તેમ આ કાર્યક્રમ એક શામ દેશ કી સેના કે નામ નહીં પરંતુ મોદીના નામે કરાયો હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું.

સામાન્ય રીતે ઉચ્ચતમ ન્યાયાલયનાં આદેશ મુજબ રાત્રે 10 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા દેવામાં આવતું નથી. આ મામલે પોલીસ પણ પગલા ભરતી હોય છે.જયારે વલ્લભવિદ્યાનગર એ શિક્ષણ હબ છે. જેમાં SSC અને HSC બોર્ડ પરીક્ષાની પૂર્વ રાત્રીએ વિદ્યાર્થીઓ અંતિમ તૈયારીમાં વ્યસ્ત હતા. ત્યારે જ મોડી રાત્રી સુધી કાર્યક્રમમાં ઊંચા અવાજે લાઉડ સ્પીકર વાગતા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

સામાન્ય લગ્ન પ્રસંગ કે કાર્યક્રમમાં રાત્રે 10 વાગ્યા બાદ પોલીસ દ્વારા લાઉડ સ્પીકર બંધ કરાવી દેવામાં આવે છે જયારે અહીંયા રાત્રે વાગ્યા સુધી પોલીસ અને વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં રાત્રીના 12-30 વાગ્યા સુધી લાઉડ સ્પીકર ચાલુ રહેતા સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઇનના લિરે લિરા ઉડ્યા હતા ત્યારે લોકોમાં પ્રશ્ન પણ ઉઠ્યો હતો કે શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે છે. સરકારી કાર્યક્રમ માટે કાયદો નથી?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here