આણંદ : અમૂલ ડેરીએ દૂધની ખરીદીમાં કિલો ફેટે રૂ.10નો વધારો કર્યો

0
24

આણંદ: અમૂલડેરી દ્વારા 11મી મેથી દૂધ ઉત્પાદકોને દૂધના ખરીદ ભાવમાં કિલોફેટે રૂ. 10નો વધારો કરાયો છે. આથી હવે દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલોફેટે રૂ. 640ના ભાવે નાણાં ચૂકવાશે. આમ ઉપરોકત નિર્ણયને લીધે અમૂલ ડેરી સાથે સંકળાયેલા 7 લાખ પશુપાલકોને ફાયદો થશે. ઉનાળામાં ગરમીને કારણે દૂધનું ઉત્પાદન ઘટ્યું છે. જ્યારે બીજી તરફ ઘાસચારો, દાણ સહિતના ભાવમાં થઇ રહેલા વધારાને કારણે પશુપાલકોનું આર્થિક ભારણ વધી રહ્યું છે.

ઉનાળામાં ઘાસચારો મોંઘો હોય છે: અમૂલડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું કે, ઉનાળામાં ઘાસચારો, પાણી અને પશુદાણ મોંઘુ હોવાને કારણે પશુપાલકોને આર્થિક મુશ્કેલી વધી રહી છે. તેમને પોસાતુ નથી. આથી અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલોફેટ રૂ.10નો વધારો કરાયો છે. 11મી મેથી રૂ.640ના ભાવે નાણાંની ચૂકવણી કરવામાં આવશે. આથી ખેડા-આણંદ અને મહિસાગર જિલ્લાના પશુપાલકોને ફાયદો થવાનો છે.

આવકમાં દૈનિક 5 લાખ લીટરનો ઘટાડો: શિયાળામા઼ અમૂલડેરીની દૂધની દૈનિક આવક 30 લાખ લિટર હતી. જે ઉનાળામાં ગરમી વધવાને કારણે ઘટીને હવે દૂધની દૈનિક આવક 25 લાખ લિટર થઇ ગઇ છે. જ્યારે દૂધની આવક પણ ઘટી રહી હોવાથી દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. અમૂલ ડેરીની સામાન્ય સભા આગામી 25મી મેને શનિવારે યોજાશે. જેમાં અમૂલડેરીના હિસાબો ઓડિટ થઇને આવ્યાં હોવાથી રજુ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here