આતંકવાદનો કોઈ ધર્મ નથી તો આતંકીને કેમ દફનાવાય છે? : દ્વારકા શારદાપીઠના દંડીસ્વામીનું નિવેદન,

0
28

દ્વારકા: ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવ ચાલી રહ્યો છે ત્યારે દ્વારકાના શારદાપીઠના દંડી સ્વામી અને શંકરાચાર્યના શિષ્ય સદાનંદ સરસ્વતીએ આતંકવાદ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આતંકવાદ નો કોઇ ધર્મ નથી હોતો તો મુસ્લિમ આતંકવાદી પકડાય છે ત્યારે તેને દફનાવવામાં કેમ આવે છે, સળગાવતા કેમ નથી?

ભગવાન પાકિસ્તાનને સદબુદ્ધિ આપે કારણ કે યુદ્ધથી કોઇનું ભલું થવાનું નથી

ડરી ગયું હોવાથી પાકિસ્તાન વાતચીત કરવા માગે છે
સ્વામી સદાનંદ સરસ્વતીએ આગળ જણાવ્યું હતું કે, ઇસ્લામ જ આતંકવાદ પેદા કરે છે. દ્વારકા અને સોમનાથનો દરિયાઇ વિસ્તાર પાકિસ્તાનથી નજીક છે. અહીં સુરક્ષા કર્મીઓ યોગ્ય સુરક્ષા આપી રહ્યા છે. ભારતીય સેનાએ કરેલી એર સ્ટ્રાઈક કામગીરી બિરદાવવા લાયક છે. પાકિસ્તાન ડરી ગયું હોવાથી વાતચીત માટે કહી રહ્યું છે. પાકિસ્તાન સાથે વાતચીત ન કરવી જોઇએ. આજે સમગ્ર દેશ એક છે અને એક થઇને રહેવું જોઇએ. આપણા રાજાધિરાજ દ્વારકાધીશ ભગવાન બેઠા છે તે સૌની રક્ષા કરશે.
પાકિસ્તાન દંડને લાયક છે
‘અમે તો કહીએ છીએ કે પાકિસ્તાનને ભગવાન સદબુદ્ધિ આપે કારણ કે યુદ્ધથી કોઇનું ભલું થવાનું નથી. ખાસ કરીને પાકિસ્તાનનું તો ભલું થવાનું જ નથી. સૈન્યની ત્રણેય પાંખો, સરકાર, લોકો બધા એક થયા છે. પાકિસ્તાનને 1965, 1971 અને કારગિલ યુદ્ધથી અનુભવ થઇ ચૂક્યો છે અને તે જાણે છે આપણે ભારત પર વિજય પ્રાપ્ત નહીં કરી શકીએ. તેઓનું કામ ભારતને અવ્યવસ્થિત કરવાનું છે, તેનો ઉદ્દેશ વિજય પ્રાપ્ત કરવાનો નથી. પરંતુ ભારતના વિકાસ અને ગતિમાં અવરોધ ઉભો કરવાનું કામ કરે છે. પાકિસ્તાન સાથે વાતચીત કરવાની જરૂર નથી હવે તો તે દંડને લાયક છે’
પાકિસ્તાન કેટલીવાર ખોટું બોલશે?
‘જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનને પ્રમાણ જોઇએ છે પરંતુ પોતાના દેશમાં રહેતો આતંકવાદી ખુદ જાહેરમાં કહે છે કે મારા માણસે હુમલો કર્યો છે તો તેનાથી મોટું પ્રમાણ કયુ હોઇ શકે. કેટલીવાર ખોટું બોલશે? ક્યારેકને ક્યારેક તો ખોટું પકડાય જ જાય છે’
પાકિસ્તાન સરકાર આયોજીત આતંકવાદ
પાકિસ્તાન સાથે અનેકવાર વાતચીત થઇ છે,પણ કોઇ હલ નીકળતો નથી. પાકિસ્તાનમાં નામનું જ લોકતંત્ર છે. આખો દેશ ત્યાંની આર્મીના કહેવા પ્રમાણે ચાલી રહ્યો છે. આથી ત્યાં જેટલા પણ મંત્રી અને સત્તાધિશો છે તે સૈન્યના કહેવા પ્રમાણે જ કામ કરે છે. પાકિસ્તાનની આર્મી ક્યારેય ભારત સાથે સારા સંબંધ રાખવા  ઇચ્છતી નથી. પાકિસ્તાનની વસતી 20થી 25 કરોડ છે જ્યારે આપણા દેશની વસ્તી 130 કરોડ જેટલી છે. તેમજ આપણું સૈન્યબળ પણ તેના કરતા વધારે છે. ત્યાંની સરકાર આયોજીત આતંકવાદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here