Monday, September 20, 2021
Homeઆતંકવાદી હુમલા બાદ શ્રીલંકાએ લગાવ્યો બુર્કા-માસ્ક પર પ્રતિબંધ
Array

આતંકવાદી હુમલા બાદ શ્રીલંકાએ લગાવ્યો બુર્કા-માસ્ક પર પ્રતિબંધ

21 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ શ્રીલંકાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શ્રીલંકાએ એવા તમામ પ્રકારના કપડા, પહેરવેશો પર પ્રતિબંધ લગાવ્યો છે જેનાથી ચેહરો ઢંકી શકાય. શ્રીલંકા સરકારના આ નિર્ણયની અસર બુર્કા અને માસ્ક પહેરનારી મહિલાઓ પર પણ પડશે.

મળતી માહિતી અનુસાર આ નિર્ણય રાષ્ટ્રપતિએ લીધો છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ ટ્વિટર દ્વારા સરકારના આ નિર્ણયની જાણકારી આપી છે.

શ્રીલંકા સરકારે જણાવ્યું કે, ચહેરો ઢંકાઇ એવી કોઇ પણ વસ્તુ જેનાથી વ્યક્તિની ઓળખ કરવામાં તકલીફ થાય તેના પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. શ્રીલંકા સરકારનો આ નિર્ણય 29 એપ્રિલ(આજથી) લાગૂ થઇ ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 250થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે 450 જેટલાં લોકો ઘાયલ થયાં છે. જોકે શ્રીલંકામાં સીરીયલ બોમ્બ બ્લાસ્ટથી નરસંહાર કરનારાઓની ધરપકડ કરાઈ રહી છે. સ્થાનિક તપાસ એજન્સીઓ શંકાસ્પદોને પકડવા માટે મેરેથોન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને અત્યાર સુધીમાં 75થી વધુ લોકોની ધરપકડ થઇ ચૂકી છે. આ ચાંપતા બંદોબસ્ત વચ્ચે ઇસ્ટર્ન પ્રાંતમાં એક ઠેકાણા પર દરોડા પડાયા હતા. આ દરમિયાન અહીં શંકાસ્પદે પોતાને બોમ્બથી ઉડાવી દીધો. તેની સાથે 15 લોકોના મોત થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments