Friday, December 3, 2021
Homeઆતંકવાદ : પાકિસ્તાન ખરેખર ટેરરિસ્તાન છે, અહીં એક બે નહીં પણ 48...
Array

આતંકવાદ : પાકિસ્તાન ખરેખર ટેરરિસ્તાન છે, અહીં એક બે નહીં પણ 48 આતંકવાદી સંગઠનો સક્રિય

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં સ્પષ્ટ રીતે આતંકવાદીઓની સંખ્યા અર્ધશતક જેટલી છે. પાકિસ્તાની ન્યૂઝપેપર ડૉને રાજકીય સૂત્રોના અહેવાલના આધારે લખ્યું હતું કે, પાકિસ્તાનમાં ત્રણ પ્રકારના આતંકી સંગઠનો છે. પહેલું જે અફઘાનિસ્તાનમાં હુમલો કરે છે, બીજુ જે પાકિસ્તાનની અંદર જ હુમલા કરે છે અને ત્રીજું જેનું નિશાન કાશ્મીર છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં પાકિસ્તાન એવા આતંકી સંગઠનોને પણ આશ્રય આપી રહ્યું છે, જે ઇરાનમાં આતંકવાદી ગતિવિધિઓ કરી રહ્યું છે. એટલે કે, હવે પાકિસ્તાનમાં કુલ ચાર પ્રકારના આતંકવાદી સંગઠનો પગ ફેલાવી રહ્યા છે.

 

એક અન્ય એનાલિસિસમાં આ આતંકી સંગઠનોને ત્રણ પ્રકારે વહેંચવામાં આવ્યા છે. પહેલાં જે પાકિસ્તાનની ધરતી પર જ પેદા થયા, અહીંથી તેઓ આગળ વધતા રહ્યા. બીજા જેમના જનક અન્ય દેશો છે, પરંતુ બધુ જ કામ પાકિસ્તાનમાં ચાલે છે અને ત્રીજાં કાશ્મીરમાં ગરબડ પેદા કરવા માટે બનાવવામાં આવેલા આતંકવાદી સંગઠનો.આ અધ્યયન અનુસાર   પાકિસ્તાનમાં પેદા થયેલા કુલ આતંકી સંગઠનો 12 છે, જ્યારે અન્ય દેશોમાંથી આવીને આશ્રય લેતા સંગઠનોની સંખ્યા 32 છે. જ્યારે પાકિસ્તાનમાં જ પેદા થયેલા સત્તાવાર રીતે ઉગ્રવાદી સંગઠનોની સંખ્યા 4 છે.

અમેરિકાએ 255 મિલિયરન ડોલરની મદદ અટકાવી
પાકિસ્તાનમાં આતંકી સંગઠનો પર કાર્યવાહીના ઉદ્દેશ્યથી અમેરિકાએ પાકને આપવામાં આવતી 255 મિલિયન ડોલરની સૈન્ય મદદ પણ અટકાવી દીધી હતી. થોડાં દિવસ પહેલાં અમેરિકાએ પાકિસ્તાનને 20 આતંકવાદી સંગઠનોની યાદી આપતા તેના પર કાર્યવાહી કરવાનું કહ્યું હતું.
આ યાદીમાં હરકત ઉલ મુજાહિદ્દીન, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૌયબા જેવા ભારતને નિશાના પર લેનારા સંગઠનોનો પણ સમાવેશ થાય છે. હરકત ઉલ-મુજાહિદ્દીન પાકિસ્તાનમાં રહીને મુખ્ય રીતે કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ચલાવે છે. અમેરિકાનું કહેવું છે કે, આ સંગઠનનો ઓસામા બિન લાદેન અને અલ કાયદા સાથે પણ સંપર્ક રહ્યો છે. જૈશ-એ-મોહમ્મદ પણ કાશ્મીરમાં જ સક્રિય છે.
ડૉનના સમાચાર અનુસાર, અમેરિકાની નજરમાં લશ્કર-એ-તૌયબા દક્ષિણ એશિયામાં સૌથી મોટાં અને સૌથી વધુ સક્રિય આતંકવાદી સંગઠનોમાંથી એક છે. આ ઉપરાંત અનેક આતંકવાદી જૂથોના સમુહ તહરીક – એ – તાલિબાન પાકિસ્તાન , હરકત જિહાદ-એ-ઇસ્લામી, જમાતુલ અહરાર, જમાતુદ દાવા અલ કુરાન અને તારિક ગિદાર ગ્રુપ જેવા અન્ય સંગઠનોના નામ પણ આ યાદીમાં હતા. વર્ષ 2014માં પેશાવરમાં આર્મી પબ્લિક સ્કૂલ પર થયેલા ઘાતક હુમલામાં તારિક ગિદાર ગ્રુપનો જ હાથ હતો. આ હુમલામાં 132 બાળકો અને 9 કર્મચારીઓના મોત થયા હતા. અહીં જાણો, પાકિસ્તાનમાં તૈયાર થતાં સૌથી ખતરનાક આતંકવાદી સંગઠનો વિશે.
જૈશ-એ-મોહમ્મદ
જૈશ-એ-મોહમ્મદનું નામ અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર ફિદાયીન હુમલો થયો. તેમાં ભારતના 44 સૈનિકો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આ સંગઠનને આતંકી મૌલાના મસૂદ અઝહરે જાન્યુઆરી, 2000માં બનાવ્યું હતું. પાકિસ્તાનના બહાવલપુર અને મુદરીકેમાં તેનું મુખ્યાલય છે. પરંતુ PoKમાં તેના અનેક ટ્રેનિંગ કેમ્પ છે. એક આંકડા અનુસાર, આ સંગઠનમાં હાલ 50 હજાર આતંકવાદી સક્રિય છે.
લશ્કર-એ-તૌયબા
તેની સ્થાપના 1987માં અફઘાનિસ્તાનમાં થઇ. તે સમયે હાફિઝ સઇદ, અબ્દુલ્લા આજમ અને જફર ઇકબાલે તેનો પાયો નાખ્યો. બાદમાં હાફિઝ સઇદ તેનો ચીફ બન્યો. આ ગ્રુપનું સંચાલન પાકિસ્તાનના મુરિદકે શહેરથી થાય છે. ભારતને નુકસાન પહોંચાડવામાં આ સંગઠનનો સૌથી વધુ હાથ છે. 2001માં ભારતીય સંસદ પર હુમલાની વાત હોય કે પછી 2008માં મુંબઇ હુમલાની, આ તમામ હિંસક હુમલાઓને આ સંગઠને અંજામ આપ્યા.
હિજબુલ મુજાહિદીન
હિજબુલ મુજાહિદીન વર્ષ 1990માં ચર્ચામાં આવ્યું. તેનો પાયો એક અલગાવવાદી સંગઠન તરીકે નાખવામાં આવ્યો, પરંતુ ખૂબ જ ઓછા સમયમાં તે આતંકી સંગઠન બની ગયું. મોહમ્મદ એહસાન ડાર તેનો પહેલો કમાન્ડર હતો. તેના મોત બાદ જાકિર મૂસાએ આ જૂથની કમાન સંભાળી, બુરહાન વાની પણ આ સંગઠન સાથે જોડાયેલો છે.
ઇન્ડિયન મુજાહિદીન
ઇન્ડિયન મુજાહિદીન એવા સમયે ચર્ચામાં આવ્યું જ્યારે 4 જૂન 2010ના રોજ ભારત સરકારે તેને આતંકી સંગઠન ગણાવીને તેના પર પ્રતિબંધ લગાવી દીધો. અબ્દુલ સુભાન કુરૈશીએ 2010માં તેની શરૂઆત કરી હતી, ત્યારબાદ આગામી બે વર્ષોમાં ન્યૂઝીલેન્ડ અમેરિકા સહિત વિશ્વના બીજાં પ્રમુખ દેશોએ પણ તેને આતંકી સંગઠન ગણાવીને તેના પર પ્રતિબંધ લગાવ્યો. આ સિમી સાથે જોડાયેલું આતંકી સંગઠન છે. મે 2008માં જયપુરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ અને આ જ વર્ષે અમદાવાદમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ પાછળ જે લોકો હતા, તેઓએ આગળ જતા આ સંગઠન બનાવ્યું.
અલ કાયદા
આતંકની દુનિયાનો પર્યાય અને વિશ્વમાં આતંકનો ભય ફેલાવનાર ઓસામા બિન લાદેને વર્ષ 1988માં આ સંગઠનની શરૂઆત કરી હતી. એક રિપોર્ટ અનુસાર, આ સંગઠનના 92 હજારથી વધુ આતંકી આજે પણ વિશ્વમાં ફેલાયેલા છે. પાકિસ્તાનમાં હજુ પણ અલ કાયદાના અનેક ટ્રેનિંગ હોવાના પુરાવા મળતા રહે છે. આ સગંઠનને 2001માં અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરાવ્યો હતો. પાકિસ્તાનમાં જ લાદેનના મોત બાદ અયમાન અલ જવાહિરી તેનો ચીફ બન્યો હતો.
હક્કાની નેટવર્ક
અમેરિકા માને છે કે, હક્કાની નેટવર્કને ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના ફેડરલ એડમિનિસ્ટ્રેશનવાળા કબાયલી વિસ્તારમાં આશ્રય મળેલો છે. જેનો ઉપયોગ તેઓ અફઘાનિસ્તાનમાં હુમલા માટે કરે છે. આ આતંકી સંગઠન 1980માં ચર્ચામાં આવ્યું હતું. આજે પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તેના 15 હજારથી વધુ આતંકી સક્રિય હોવાનું જાણવા મળે છે. તેનો ચીફ જલાલુદ્દીન હક્કાની અને સિરાજુદ્દીન હક્કાની છે.
તહરીક-એ-તાલિબાન
પાકિસ્તાનમાં સૌથી વધુ આતંકી 21મી સદીના પહેલાં દાયકામાં સામે આવ્યા હતા. આ જ ક્રમમાં વર્ષ 2007માં આતંકી બૈતુલ્લાહ મહસૂદે આ સંગઠન બનાવ્યું. તેણે 13 આતંકી સંગઠનોને એકસાથે મેળવી દીધા. આજે પણ તેના 25 હજાર આતંકીઓ સક્રિય હોવાની સાબિતી મળે છે. તેનો હાલનો ચીફ મૌલાના ફૈજલુલ્લાહ છે.
હરકત-ઉલ-મુજાહિદીન
તેનું ગઠન કાશ્મીરમાં આતંક ફેલાવવાના ઉદ્દેશ્યથી 1985માં તેનું ગઠન થયું. વર્ષ 1993માં હરકત ઉલ-જિહાદ અલ-ઇસ્લામી સાથે જોડાયું, ત્યારબાદ વધુ એક હરકત-ઉલ અંસાર આતંકી સંગઠન બની ગયું. હાલમાં આ આતંકી સંગઠનનો ચીફ ફલજુર રહેમાન ખલીલ છે. સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા સહિત બ્રિટન પણ તેને આતંકી સંગઠન ઘોષિત કરી ચૂક્યા છે.
જુનદુલ્લાહ
આ સંગઠન હાલ 1996માં અસ્તિત્વમાં આવ્યું, તહરીક-એ-તાલિબાન તેની સાથે જોડાયેલું છે. હાલમાં તેમાં અંદાજિત 1,000 આતંકી છે. 2014 બાદ આ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટની સાથે છે, જેનો ચીફ અહમદ મરવાત છે.
લશ્કર-એ-ઝાંગવી
આ આતંકી સંગઠનની શરૂઆત વર્ષ 1996માં થઇ હતી. તે સમયે અકરમ લાહૌરી, ગુલામ રસૂલ શાહ, આસિફ છોટૂ તેના પ્રમુખ નેતા હતા. આ સંગઠનની ખાસ વાત એ છે કે, તેમાં કોઇ મોટું નામ મુખિયા નથી હોતું પરંતુ ક્ષેત્રના હિસાબે દરેક ક્ષેત્રમાં એક પ્રમુખ નેતા હોય છે. આ સંગઠને વર્ષ 2009માં શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર હુમલો કર્યો હતો.
તાલિબાન
વર્ષ 1994માં અસ્તિત્વમાં આવેલા આ સંગઠનનું મુખ્ય નિશાન અમેરિકા છે. અફઘાનિસ્તાનમાં કંધાર અને પાકિસ્તાનના ક્વેટા, પેશાવર શહેરમાં આ આતંકી સંગઠને પોતાના મુખ્યાલય બનાવીને રાખ્યા છે. એક રિપોર્ટ અનુસાર, મોટી કાર્યવાહીમાં અમેરિકન સૈન્યએ આ આતંકી સંસ્થાને નષ્ટ કરવાનું શરૂ કર્યુ ત્યારે પાકિસ્તાનમાં આ સંગઠનને શરણ મળી. આજે પણ તેના અંદાજિત 60,000 આતંકીઓ સક્રિય હોવાની આશંકા છે. હાલમાં તેને હિબતુલ્લાહ અખુંદજાદ નામનો આતંકી સંચાલિત કરી રહ્યો છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments