Friday, March 29, 2024
Homeઆતંકવાદ મુદ્દે અજીત ડોભાલે અમેરિકન વિદેશ મંત્રી સાથે કરી વાત, મળ્યુ ખુલ્લુ...
Array

આતંકવાદ મુદ્દે અજીત ડોભાલે અમેરિકન વિદેશ મંત્રી સાથે કરી વાત, મળ્યુ ખુલ્લુ સમર્થન

- Advertisement -

નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એનએસએ અજીત ડોભાલે અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સાથે ફોન પર વાત કરી છે. પોમ્પિયોએ જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર ભારતીય હુમલાને સમર્થન આપ્યું છે. અજીત ડોભાલે કહ્યું છે કે, ભારત પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકવાદ વિરુદ્ધ રાજકીય અને સૈન્ય એક્શન લેવા તૈયાર છે. તે વિશે અમેરિકન વિદેશ મંત્રીએ ભારતનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે, અમેરિકા તમારી સાથે છે.

અજીત ડોભાલે અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોને ભારત દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈક વિશે માહિતી આપી હતી. અમેરિકાએ ભારતને સમર્થન આપતા કહ્યું છે કે, આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં તે ભારતની સાથે છે.

અમેરિકા, ફ્રાન્સ અને રશિયા સહિત ઘણાં દેશોએ ભારત-પાકિસ્તાનને અપીલ કરી છે કે, બંને દેશો શાંતિ જાળવે અને એકબીજા સાથે વાત કરીને તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular