Thursday, September 23, 2021
Homeઆતંકી મસૂદ અઝહરને લઇ અચાનક જ બદલાયા ચીનના સૂર, હવે PAKને સાથ...
Array

આતંકી મસૂદ અઝહરને લઇ અચાનક જ બદલાયા ચીનના સૂર, હવે PAKને સાથ નહીં આપે

બીજિંગઃ પુલવામા હુમલા બાદ જે પ્રકારે આખું વિશ્વ આતંકવાદ વિરૂદ્ધ ભારતની સાથે ઉભું રહ્યું તે જોતા લાગી રહ્યું હતું કે, જૈશ-એ-મોહમ્મદ (JeM)ના ચીફ મસૂદને લઇને ચીનનો મત હવે બદલાશે. UNSC (યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ)માં તેઓ ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાનું સમર્થન કરશે. જેથી મસૂદ અઝહર પર પ્રતિબંધ લાદી શકાય. પરંતુ છેલ્લી ત્રણ વખતની જેમ ચોથીવાર પણ ચીન તરફથી ભારતને દગો જ મળ્યો.

મસૂદનો મુદ્દો હાલ ટેક્નિકલ હોલ્ડ પર
હવે એવું લાગી રહ્યું છે કે, મસૂદ અઝહરને લઇને ચીનનો મત અચાનક બદલાઇ જશે. હવે ચીન મસૂદ અઝહરને નહીં બચાવી શકે. હવે તેણે UNમાં મસૂદનો મુદ્દો ઝડપથી ઉકેલ લાવશે તેવા સંકેત આપશે. ચીને અચાનક આ વાત કહીને પાકિસ્તાનની મુશ્કેલીઓ વધારી દીધી છે. મસૂદ અઝહરને લઇને ભારતની ચિંતા સમજે છે અને મસૂદનો મુદ્દો હજુ સુધી ખતમ નથી થયો. ભારતમાં ચીનના એમ્બેસેડર લુઓ ઝાહુઇએ ભરોસો અપાવ્યો છે કે, યુએનમાં મસૂદ અઝહરના મામલાનો ઝડપથી ઉકેલ લાવવામાં આવશે. તેઓએ કહ્યું કે, મસૂદનો મુદ્દો હાલ ટેક્નિકલ હોલ્ડ પર રાખ્યો છે.
આ એ જ ચીન છે જે અત્યાર સુધી ચાર વખત UNની સિક્યોરિટી કાઉન્સિલમાં વીટોનો ઉપયોગ કરીને મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાથી અટકાવ્યો હતો. પરંતુ હવે ચારેતરફથી દબાણ બાદ પહેલીવાર ચીને મસૂદ અંગે આ પ્રકારની વાતો કહી છે.
20થી વધુ આતંકી હુમલાનો દોષી
છેલ્લાં 16 વર્ષમાં ભારતમાં થયેલા 20થી વધુ આતંકી હુમલાઓનો ગુનેગાર અને વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદીઓમાંથી એક મસૂદ અઝહર છે. મસૂદના સંગઠન જૈશને 18 વર્ષ અગાઉ 2001માં જ યુએનએ આતંકવાદી સંગઠન ગણાવી દીધું હતું. પરંતુ 18 વર્ષ  બાદ પણ UN એ નિર્ણય નથી લઇ શકતું કે, જેનું સંગઠન આતંકવાદી છે તે સંગઠનના ચીફને ગ્લોબલ આતંકવાદી ઘોષિત કરવામાં આવે કે નહીં.
પુલવામા હુમલામાં ભારતના 44 જવાનોની શહીદી અને ભારત તરફથી જવાબી કાર્યવાહીમાં એરસ્ટ્રાઇક બાદ 27 ફેબ્રુઆરીના રોજ મસૂદને ગ્લોબલ આતંકી જાહેર કરવાનો આ પ્રસ્તાવ ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા સાથે મળીને લાવ્યું હતું. 10થી વધુ દેશોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યુ. એવું નક્કી કરવામાં આવ્યું કે, કોઇ એક સભ્યએ પણ વાંધો ના ઉઠાવ્યો તો જૈશના ચીફ મસૂદ અઝહરને આતંરરાષ્ટ્રીય આતંકી જાહેર કરી દેવામાં આવશે. તેથી તેની અવધિ બુધવારે રાત્રે એટલે કે, 13 માર્ચની રાત્રે 12.30 વાગ્યે ખતમ થઇ રહી છે. આ વખતે પણ પ્રસ્તાવની સમય સીમા ખતમ થવાના એક કલાક પહેલાં ચીને વીટો વાપરીને મસૂદને બચાવી લીધો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments