આતંકી હાફિઝ સઇદ સાથે જોડાયેલો બંગલો જપ્ત, કિંમત 1 કરોડ

0
20

ઈડીએ ગુરુગ્રામમાં લશ્કર પ્રમુખ હાફિઝ સઈદ સાથે જોડાયેલો એક બંગલો જપ્ત કરી લીધો છે. તેની કિંમત રૂ. 1.03 કરોડ છે. આ બંગલો શ્રીનગરના વેપારી જહૂર અહમદ શાહ વટાલીનો છે. જેણે હાફિઝ સઈદને ફંડ આપ્યું હતું. નોંધનીય છે કે, હાફિઝ સઈદ મુંબઈમાં 2008માં થયેલા આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ છે. આ પહેલાં વટાલીની એનઆઈએએ ઓગસ્ટમાં ટેરર ફંડિંગના કેસમાં ધરપકડ કરી લીધી હતી.

ઈડીનું માનવું છે કે, બંગલો પાકિસ્તાનના ફલાહ-એ-ઈંસાનિયત ફાઉન્ડેશન તરફથી મળેલા ફંડ પછી ખરીદવામાં આવ્યો હતો. આ ફાઉન્ડેશનને સઈદ ચલાવતો હતો. તપાસ એજન્સીનું માનવું છે કે, બંગલો હવાલા અને યુએઈથી આવેલા પૈસાથી ખરીદવામાં આવ્યો હતો. ટેરર એક્ટિવિટિઝ સ્પોનર કરવા માટે ફંડિગ કરવામાં આવ્યું હતું.

એનઆઈએની તપાસના આધાર પર ઈડીએ કેસ નોંધ્યો હતો. ત્યારપછી મનિ લોન્ડરિંગ કેસની તપાસ કરવામાં આવી હતી. ઈડીને એ પણ ખબર પડી ગઈ હતી કે, સલમાન નામના વ્યક્તિને પણ પાકિસ્તાનની એફઆઈએફ અને યુએઈથી ટેરર એક્ટિવિટિ માટે ફંડ આપવામાં આવ્યું હતું.

ઈડીના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ કાર્યવાહી ધનશોધન નિરોધક અધિનિયમ અંર્તગત કરવામાં આવી છે. લશ્કર-એ-તોઈબાના પ્રમુખ હાફિઝ સઈદ વિરુદ્ધ પોતાની તપાસ અંર્તગત એનઆઈએએ એક આરોપ પત્ર દાખલ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here