Wednesday, December 8, 2021
Homeઆતંકી હાફિઝ સઈદના સંગઠન વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટે PMLA અંતર્ગત કેસ નોંધ્યો
Array

આતંકી હાફિઝ સઈદના સંગઠન વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટે PMLA અંતર્ગત કેસ નોંધ્યો

બઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદના આતંકી સંગઠન ફલાહ-એ-ઇન્સાનિયતની વિરૂદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટે PMLA અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. હવાલા મારફત મની લોન્ડ્રિંગમાં સામેલ હોવાના કારણે પાકિસ્તાનના આ આતંકી સંગઠન પર મામલો નોંધાયેલો છે. આ કેસ રાષ્ટ્રીય તપાસ એજન્સીની એફઆઇઆરના આધારે નોંધવામાં આવ્યો છે. ઇડીએ કહ્યું છે કે આતંકી સંગઠન મની લોન્ડ્રિંગ મારફત નાણાંનો ઉપયોગ ભારતમાં અશાંતિ ફેલાવવા માટે કરી રહ્યું છે.

કેન્દ્રીય એજન્સીએ કહ્યું છે કે તેણે ફલાહ-એ-ઇન્સાનિયતની વિરૂદ્ધ પોતાનો દ્વારા કેસ નોંધવા માટે રાષ્ટ્રીય તપાસ એજન્સીની એક FIRને સંજ્ઞાનમાં લીધી છે. જે ગેરકાયદેસર પ્રવૃતિઓ રોકથામ કાયદા –UAPA હેઠળ ગત ચાર સપ્ટેમ્બરે નોંધાઇ હતી. NIA દ્વારા આ મામલે પહેલા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અને ચાર ડઝનથી વધુ સીમ કાર્ડ, ફોન અને 1.56 કરોડ રૂપિયાની શંકાસ્પદ રકમ કબ્જે કરી હતી. સાથે જ આ મામલે ચાર લોકોની ધરપકડ પણ કરી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments