Tuesday, December 7, 2021
Homeઆતુરતાનો અંત, ચેટ પ્રાઇવસી માટે WhatsAppએ લોન્ચ કર્યુ FACE ID ફિચર
Array

આતુરતાનો અંત, ચેટ પ્રાઇવસી માટે WhatsAppએ લોન્ચ કર્યુ FACE ID ફિચર

WhatsAppએ આખરે યૂઝર્સને ગમતુ ફિચર્સ લોન્ચ કર્યું છે. અમે વાત કરી રહ્યા છીએ બાયોમેટ્રિક પ્રમાણીકરણ સુવિધાની. જે દ્વારા હવે યૂઝર્સ Face ID અથવા Touch IDનો ઉપયોગ કરી પોતાના પર્સનલ ચેટને લોક કરી શકશે.

WhatsAppનું આ યોમેટ્રિક પ્રમાણીકરણ ફિચર્સ પહેલાં બીટા વર્જન પર ઉપલબ્ધ હતું, પરંતું હવે આ બધા જ IOS યૂઝર્સ માટે જારી કરવામાં આવ્યું છે. આ અપડેટ WhatsAppના 2.19.20 વર્જન પર ઉપલબ્ધ છે.

તમને જણાવી દઇએ કે, લેટેસ્ટ આઇફોન અથવા આઇપેડ યૂઝર્સ Face ID ફિચર્સ દ્વારા ઉપયોગ કરી શકશે, જ્યારે આઇફોનના જૂના મોડલમાં ઉપયોગ કરનારા યૂઝર્સ  ટચ આઇડી ફિચર્સ દ્વારા ઉપયોગ કરી શકશે.

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, પહેલા તમારા આઇફોન અથવા આઈપેડ પરનાં Whatsappના નવીનતમ વર્જનને અપડેટ કરો. ત્યારબાદ એપ્લિકેશન ખોલો અને સેટિંગ્સ એકાઉન્ટ ગોપનીયતા પર જાઓ. અહીં તમે ‘સ્ક્રીન લૉક’ વિકલ્પ જોવા મળશે, તેને સક્ષમ કરો. આ સુવિધાને સક્ષમ કર્યા બાદ Whatsapp વપરાશકર્તાઓ Face ID અથવા Touch ID અભિવ્યક્તિને અનલૉક કરવામાં સમર્થ હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments