રેમો ડિસૂઝાની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘ABCD-3’ આજકાલ ખૂબ ચર્ચામાં છે. હાલ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મના પહેલા શિડ્યુલનું શુટિંગ પંજાબના અમૃતસરમા પુરુ થઇ ગયું છે. તાજેતરમાં જ વરુણ ધવને પણ સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી હતી.
https://www.instagram.com/p/Btc7eyon0kU/?utm_source=ig_embed
પરંતુ હવે ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે અને તેની સાથે જ ફિલ્મની રિલિઝ ડેટનો ખુલાસો પણ થઇ ગયો છે.
https://www.instagram.com/p/BtcuCcpFnYY/?utm_source=ig_embed
વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર સ્ટારર ‘ABCD-3’નાં શુટિંગનું ફર્સ્ટ શિડ્યુલ હાલમાં જ પૂર્ણ થયું છે. તે બાદ હવે ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે જેમાં વરુણ ધવનનો જબરદસ્ત અંદાજ જોવા મળી રહ્યો છે.
https://www.instagram.com/p/Bp8yJqJnRr7/?utm_source=ig_embed
આ ફિલ્મના નિર્માતાઓએ સાથે જ ફિલ્મની રીલીઝ ડેટનો પણ ખુલાસો કર્યો છે. આ ફિલ્મ આ જ વર્ષે 8 નવેમ્બરના રોજ રીલીઝ થશે.
https://www.instagram.com/p/Bp_QBx7n-lP/?utm_source=ig_embed
જણાવી દઇએ કે રેમો ડીસૂઝાની આ ફિલ્મ ‘ABCD’ સીરીઝની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર ઉપરાંત નોરા ફતેહી અને પ્રભુ દેવા મુખ્ય ભુમિકામાં નજરે પડશે. આ ફિલ્મને ભૂષણ કુમાર, કિશન કુમાર અને લિઝેલ ડિસૂઝા પ્રોડ્યુસ કરી રહ્યા છે.