આદિત્ય બિરલા 15 હજાર કરોડ અને ટાટા ગ્રૂપ સોડા એસ પ્લાન્ટમાં રોકાણ કરશે, ગ્લોબલ સમિટમાં જાહેરાત

0
42

અમદાવાદ: ગ્લોબલ સમિટમાં આદિત્ય બિરલા ગ્રૂપ દ્વારા 15 હજાર કરોડ અને ટાટા ગ્રૂપે સોડા એસ પ્લાન્ટમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટનું 5 રાષ્ટ્રના પ્રમુખ સહિત 125 મહાનુભાવોની હાજરીમાં ટૂંક સમયમાં ઉદ્ધાટન કરશે. તેમાં અબજો રૂપિયાના રોકાણ અને લાખો બેરોજગારોને રોજગારી આપતા દાવા સાથે એમઓયુ કરાશે. વાઇબ્રન્ટ સમિટના 16 વર્ષમાં અત્યાર સુધી 70 હજારથી વધુ એમઓયુ થયા છે. ગ્લોબલ સમિટમાં ડેલિગેટ્સ અને ઉદ્યોગપતિઓના સ્વાગત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંગ્રેજીમાં ભાષણ કર્યું હતું.

આદિત્ય બિરલા ગ્રૂપ ગુજરાતમાં આગામી 3 વર્ષમાં કેમિકલ, ખાણ અને ખનિજ, સિમેન્ટ અને સોલર ઉર્જામાં 15 હજાર કરોડનું રોકાણ કરશે એક મેટ્રિક ટન સોડા એસ પ્લાન્ટમાં રોકાણ કરશે તેમજ Li-ion બેટરીના પ્લાન્ટમાં ઈન્વેસ્ટમેન્ટ કરશે.

વાઈબ્રન્ટ અપડેટ

* નરેન્દ્ર મોદી રાજભવનથી રાત્રી રોકાણ કરી ગ્લોબલ સમિટ માટે મહાત્મા મંદિર પહોંચ્યા, તેમની સાથે વિજય રૂપાણી  હાજર રહ્યા                                                                                                                       * વિવિધ દેશના નેતાઓની મુલાકાત લીધી                                                                                   * મહેમાનોનું પ્રોટોકોલ અંતર્ગત ગુજરાત પોલીસના બેન્ડ દ્વારા સંગીત સાથે સ્વાગત
* દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ સાથે 115 દેશના ડેલિગેટ્સ હાજર
* અમદાવાદ એરપોર્ટ પર મહેમાનોનું આગમન થયું                                                                          * મુકેશ અંબાણી, કુમારમંગલમ બિરલા સહિતના ટોચના ઉદ્યોગપતિ પહોંચ્યા                                             * મહેમાનોનું મહાત્મા મંદિરમાં રૂપાણીએ સ્વાગત કર્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here