આદિવાસીઓની આસ્થા સમાન ટેકરી પર પોલીસે તંબુ તાણતા મહિલાઓમાં રોષ, કહ્યું: આંતકવાદીઓ કરતા પણ નિગમ અને પોલીસ ખરાબ છે, હેરાન કરે છે

0
2
આદિવાસી મહિલાઓએ તંબુ બાનમાં લઇને તંબુ હટાવવાની માંગ કરીને નિગમ અને પોલીસ સમક્ષ રોષ વ્યક્ત કર્યો
આદિવાસી મહિલાઓએ તંબુ બાનમાં લઇને તંબુ હટાવવાની માંગ કરીને નિગમ અને પોલીસ સમક્ષ રોષ વ્યક્ત કર્યો
  • આદિવાસી મહિલાઓએ તંબુ બાનમાં લઇને તંબુ હટાવવાની માંગ કરીને નિગમ અને પોલીસ સમક્ષ રોષ વ્યક્ત કર્યો

કેવડિયા. લોકડાઉન વચ્ચે સર્વે અને ફેન્સિંગ કામગીરી બાદ ખેતી કરતા ખેડૂતો પર પોલીસ ફરિયાદ કરવાનો વિવાદ હજી શાંત નથી થયો, ત્યારે હવે આદિવાસીઓની અસ્થાના કેન્દ્ર સમાન ટેકરી પર પોલીસે તંબુ તાણતા થયો વિવાદ શરૂ થયો છે. જોકે બીજા દિવસે તંબુમાં પોલીસ આવે એ પહેલા ડેરો જમાવી મહિલાઓએ તંબુ બાનમાં લીધુ હતું. અને જ્યાં સુધી તંબુ નહીં હટે ત્યાં સુધી નહીં હટવાની વાતને લઇને મહિલાઓ અડગ છે.

મહિલાઓ કહે છે કે, અસહ્ય પોલીસ અને નિગમનો ત્રાસ સહન થતો નથી. અમે કંટાળી ગયા છીએ
કેવડિયા સ્થિત હેલિપેડ પાસે આવેલી ટેકરી પર આદિવાસીઓના અસ્થાના પ્રતિક સમા મંદિરો આવેલા છે. જ્યાં સ્થાનિક લોકો રોજ દર્શન અને પૂજા કરવા જાય છે. ગામની ઉંચાઇ આવેલા આ ટેકરી પરથી આખુ ગામ દેખાય છે. ધાર્મિક સ્થળ હોવાથી અહીં આવા તંબુ લગાવીને પોલીસ કાયમ બેસે તે બાબતે ગ્રામજનોએ વિરોધ કર્યો છે.

કેવડિયા ગામના માહિલા આગેવાન લલીતાબેન તડવીએ રોષ સાથે જણાવ્યું હતું કે, આ અમારી જમીન છે. ગામની જમીન છે. અહીં કોઇ ના જોઈએ, અમારી જમીન અમે કોઇને આપવા માંગતા નથી. આંતકવદી આવવાના છે, કહી તંબુ બાંધ્યા પણ આતંકવાદી આવતા હોય તો આવવા દો, એ એક બોમ્બ ફેંકીને અમને મારી નાખશે, પણ રોજે રોજ મરવાનું, અસહ્ય પોલીસ અને નિગમનો ત્રાસ સહન થતો નથી. અમે કંટાળી ગયા છીએ.

ટેકરી પર વાવેતર કરવા બાબતે ગ્રામ પંચાયતમાં નકારાત્મક ઠરાવ કર્યો હતો
કેવડિયા ગામે આવેલી આ ટેકરી આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર હોવાથી આ ટેકરી પાર કોઈએ વાવેતર નહીં કરવું, પણ જે ઘાસચારો થાય એ ગામના નોંધાયેલા 879 ઢોરો માટે રહે, કેમકે ગ્રામપંચાયત પાસે કોઈ બીજી જમીન નથી. એ માટે 17 જુલાઈ, 2019ના રોજ ગ્રામસભામાં નકારાત્મક ઠરાવ પણ કરવામાં આવ્યો છે. કોઈએ વાવેતર નહીં કોઇ કામ કરવું નહી.