‘આપનો અમૂલ્ય મત ભાજપને આપો’ કોંગી MLA નામે ધોરાજીમાં પોસ્ટર લાગ્યા

0
0

ધોરાજી: ધોરાજીમાં લલિત વસોયાના નામના પોસ્ટર લાગ્યા છે. જેમાં લલિત વસોયા ભાજપને મત આપવા અનુરોધ કરતા હોય તેવા પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, ભાજપ આવે છે, મારી વિનંતી આપનો અમૂલ્ય મત ભાજપને આપો, નવસર્જન ગુજરાત. પોસ્ટરમાં લલિત વસોયાના ફોટા સાથે વિજય રૂપાણી, જીતુ વાઘાણી અને નીતિન પટેલનો પણ ફોટો છે.

શું કહ્યું લલિત વસોયાએ: લલિત વસોયાએ જણાવ્યું હતું કે, આ પોસ્ટર જોઇને હસવું આવે છે. આ ટીખળીખોર તત્વો છે. ટીખળખોરોને વિરોધ કેમ કરવો તે પણ આવડતું નથી. લલિત વસોયાનો ફોટો લગાડીને આ રીતે પોસ્ટર લગાડવા વિરોધઓને શોભે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here