આફ્રિકામાં જનગનમન…ના સુરો ગૂંજ્યા, આચાર્ય પુરૂષોત્તમદાસજીએ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો

0
129

અમદાવાદ: મણિનગર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ અને પુરુષોત્તમદાસજી મહારાજ સહિત 250 સંતો-ભક્તો કેન્યા પધાર્યા હતા. ત્યાં ભારતના 70માં પ્રજાસત્તાક દિનની દબદબાભેર ઉજવણી કરી હતી. તેમજ આફ્રિકામાં જનગનમન….ના સુરો પણ ગૂંજી ઉઠ્યા હતા.

સ્વામિનારાયણ ગાદીના આચાર્ય દ્વારા ડોનેશન

રાષ્ટ્રીય પર્વની ઉજવણી કાર્ય બાદ મસાઈ મારામાં હાથીઓના સંરક્ષણ માટે સેવા બજાવતા ‘મારા એલીફન્ટ પ્રોજેક્ટ’ના CEO મૂળ અમેરિકાના માર્ક ગોસને 1008 ડોલર માતબર દાનની સખાવત વન્ય જીવોના સંરક્ષણ માટે અર્પણ કરાઈ હતી. તો બીજી તરફ લાયન્સસાઈટફર્સ્ટ આઈ હોસ્પિટલ, લોરેશો, નાઈરોબીને આચાર્ય સ્વામીજી દ્વારા 15 લાખનું ડોનેશન અર્પણ કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય પર્વમાં આફ્રિકાનો જોડાયા

આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. સહુએ સામુહિક રાષ્ટ્રીય ગણ શરુ કર્યું ત્યારે ગોપાલભાઈ રાબડીયાની પૌત્રી જે 4 વર્ષની છે અને આફ્રિકામાં બોર્ન થઇ છે. તે ઊર્મિ રાબડીયાએ રાષ્ટ્રીય ગીતનું ગાન કરી સૌને અચરજમાં ગરકાવ કરી દીધા હતા. ભક્તો અને અહીંના સ્થાનિક જનો પણ ઉલ્લાસભેર આ પર્વમાં જોડાયા હતા. આફ્રિકન સ્ત્રીઓ ભારતીય પરિવેશમાં પરિધાન કરી ઉત્સુકતા દર્શાવી હતી. તો આબાલવૃદ્ધ સર્વે રાષ્ટ્રીય પર્વે ફેઈસ પેઇન્ટિંગ પણ કરાવ્યા હતા.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here