આફ્રિકામાં પકડાયેલા કુખ્યાત રવિ પુજારી સામે સુરત-નવસારીમાં નોંધાયેલા પાંચ ગુનામાં સુરત લવાશે

0
16

સુરતઃઅંડરવર્લ્ડ ડોન રવિ પુજારી આગામી મહિનાઓમાં સુરત જેલનો મહેમાન બની શકે છે. હાલમાં આાફ્રિકામાં ઝડપાયેલા પુજારીને ભારત લાવવા ભારતીય એજન્સીઓએ તૈયારી કરી લીધી છે. ત્યાર બાદ ભારતના જ વિવિધ શહેરોની પોલીસ તેનો કબ્જો લેવા માટે મથશે, જેમાં એક સુરત પણ હશે. સુરતમાં રવિ વિરુદ્ધ 5 ગુના નોંધાયેલા છે. તે ઉપરાંત નવસારીમાં પણ તેના વિરુદ્ધ એક ગુનો છે.

ભારતીય એજન્સીઓ પ્રયાસરત

ઓસ્ટ્રેલિયામાં રહેવાનું વધુ પસંદ કરનાર રવિ પુજારી વિરુદ્ધ ભારતમાં સંખ્યાબંધ ગુના નોંધાયા છે. હાલમાં કર્ણાટકમાં પણ તેના વિરુદ્ધ  ગુનો નોંધાયો હતો. ભારતીય એજન્સીઓ રવિ પુજારી વિશે સગડ મેળવવા મથતી હતી તે દરમિયાન તે પશ્ચિમ આફ્રિકાના સેનેગલમાં  હોવાની માહિતી ભારતીય એજન્સીઓને મળતાં ભારતીય એજન્સીઓએ સેનેગલ પોલીસને તેની માહિતી આપતાં તેને ઝડપી પાડ્યો હતો. તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ પણ ઇસ્યુ થઈ હતી. તેને લાવવા માટે ભારતીય એજન્સીઓ પ્રયાસ કરી રહી છે. ભારતીય એજન્સીઓને સફળતા મળશે તો રવિ પુજારી સુરત જેલનો મહેમાન બની શકે છે.

સુરતી વેપારીઓને ધમકી આપેલી

સુરતમાં રવિ પુજારી વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાંચમાં 4 અને કતારગામમાં એક ગુનો ખંડણી અને ઘમકીનો છે. તેના વિરુદ્ધ નવસારીમાં પણ ગુનો નોંધાયો છે. છેલ્લે એપ્રિલ 2018માં સુરતના કપડા વ્યાપારી બલવિંદરસિંગને રવિ પુજારીએ ધમકી આપીને ખંડણી પેટે 5 કરોડ રૂપિયા માંગ્યા હતા. રકમ ન આપે તો ઘરમાં ઘુસીને ગોળી મારવાની ધમકી આપી હતી. રવિએ ગ્રીસથી ઇન્ટરનેટ કોલિંગથી ધમકી આપી હતી. તે સમયે બલવિંદરસિંગે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here