Tuesday, December 7, 2021
Homeઆબુમાં 1 ડિગ્રી સાથે બરફ જામ્યો, 7 ડિગ્રી સાથે નલિયા-અમરેલી ગુજરાતના સૌથી...
Array

આબુમાં 1 ડિગ્રી સાથે બરફ જામ્યો, 7 ડિગ્રી સાથે નલિયા-અમરેલી ગુજરાતના સૌથી ઠંડા શહેર

અમદાવાદ-અમીરગઢ: માઉન્ટ આબુમાં 1 ડિગ્રી તાપમાન સાથે ઠંડીએ પોતાની પકડ બનાવી રાખી છે. તો બીજી તરફ 7 ડિગ્રી સાથે નલિયા અને અમરેલી ગુજરાતના સૌથી ઠંડા શહેર બન્યા હતા. આબુમાં સિંચાઈની પાઈપોમાં બરફ જામ્યો હતો. જેથી ખેડૂતોને સિંચાઈમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગના આંકડા
શહેર તાપમાન( ડિગ્રી)
આબુ 1
નલિયા 7
કંડલા એરપોર્ટ 7
અમરેલી 7
ભાવનગર 9
મહુવા 7
અમદાવાદ 9
ડીસા 8
ગાંધીનગર 9
બરોડા 9

 

આગામી દિવસોમાં તાપમાન વધે તેવી શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મંગળવાર સવારથી ઉત્તર-પૂર્વીય ઠંડા પવનનું જોર ઘટ્યું હતું, જેને લીધે અમદાવાદનું મહત્તમ તાપમાન 25.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી ઘટીને 9.6 નોંધાયું હતું. જોકે મંગળવારે સાંજ પડતાં ઠંડીમાં સામાન્ય વધારો નોંધાયો હતો. આગામી બેથી ત્રણ દિવસ ક્રમશ: તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments