આબોહવાનું પૂર્વાનુમાન મેળવવા સોમનાથના દરિયામાં રાજ્યનું પ્રથમ વેવ રાઇડર બોયુ લગાવાયું

0
87

વેરાવળ: ભારતના પૂર્વ અને પશ્ચિમ દરિયાઈ કિનારાઓ નજીક 16 વેવ રાઈડર બોયાં લગાવ્યા બાદ તાજેતરમાં ભાકૃઅનુપ-કેન્દ્રિય માત્સ્યકી પ્રૌધ્યોગિકી સંસ્થા (સીઆઇએફટી) ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના સેવા કેન્દ્ર (INCOIS) અને રાષ્ટ્રીય મહાસાગર સંસ્થા (NIO)ના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં સૌપ્રથમવાર વેરાવળના દરિયાઈ વિસ્તારમાં સોમનાથ મંદિરથી 15 મીટર દુર દરિયાઈ મોજાઓના નિરીક્ષણ માટે એક બોયાની સ્થાપના કરવામાં આવી છે. જેને વેવ રાઈડર બોયુ તરીકે ઓળખવામાં આવે છે.

1 મીટર વ્યાસ અને 200 કિલો વજન

1 મીટરના વ્યાસનું તેમજ 200 કિલો વજન ધરાવતા આ બોયાને દરિયાઇ સપાટી ઉપર સ્થિત તરતી સ્થિતિમાં મુકવામાં આવ્યું છે. જે સી-બેડ એટલે કે ઈલાસ્ટિક વાયરો સાથે જોડાયેલ તેમજ સિમેન્ટ બ્લોક્સ સાથે બાંધવામાં આવ્યું છે. આ બોયું (ઉપકરણ) દરિયામાં ક્યારે ઉપર તો ક્યારેક નીચે રહી તેની અવિરત માત્રામાં નોંધ રાખે છે. દરિયાઈ વિસ્તારમાં ભારતીય તટ રક્ષકની મદદ વડથી બોયું રાખવામાં આવ્યું હતું.
બોયાથી શું ફાયદો થશે?
બોયાની મદદથી મોજાઓની ઉંચાઈ તેમજ તેની દિશા અને તે દરિયાકાંઠે ક્યાં પ્રવાહ-વેગથી આવે છે તેની જાણકારી મળશે. અને આ બોયું મોજાઓના પ્રકારના પૃથ્થકરણ માટે દરિયાઈ યાંત્રિકી, પરિવહન અને માછીમારી માટે ખુબ જ ઉપયોગી બની રહેશે જે મહાસાગર તેમજ વાતાવરણીય વિજ્ઞાન, વાવાઝોડાની અસરોના અભ્યાસ અને આબોહવા પરિવર્તન સંશોધન માટે અતિ ઉપયોગી બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here