આમિરના કારણે કેટરિનાની કરિયર તો ડૂબી સમજો, સલમાનના ઘરની બહાર ગાવા પડશે ગીતો!

0
17

બોલીવુડની બાર્બી ડૉલ તરીકે જાણીતી એક્ટ્રેસ કેટરિના કૈફ બોલીવુડના ત્રણેય ખાન સાથે કામ કરી ચુકી છે. કેટરિના આમિર ખાન અને સલમાન ખાન સાથે સ્પેશિયલ બૉન્ડિંગ ધરાવે છે. જ્યારે આમિર સાથે કેટની સારી મિત્રતા છે. બંનેએ ધૂમ-3માં અને ઠગ્સ ઑફ હિન્દોસ્તાનમાં સાથે કામ કર્યુ છે. તાજેતરમાં જ એક્ટ્રેસ એક ચેટ શૉનો હિસ્સો બની હતી. આ દરમિયાન આમિર ખાને તેના માટે એક સ્પેશિયલ મેસેજ મોકલ્યો હતો.

આમિરે ખુલાસો કર્યો કે તેની અને કેટરિના કૈફ વચ્ચે એક ચેસ ચેલેન્જ થવાની બાકી છે. તેણે કહ્યું કે, જો કેટરીના આ ચેસ ચેલેન્જમાં હારશે તો તેણે બાંદ્રામાં ગેલેક્સી અપાર્ટમેન્ટની બહાર ઉભા રહીને આ ગીત ગાવું પડશે ‘દીલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લીજીયે.’ જો કે એ વાત તો સૌકોઇ જાણે છે કે ગેલેક્સી અપાર્ટમેન્ટમાં બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન રહે છે.

કેટરિના કૈફ અને સલમાન ખાન વચ્ચેની ઘનિષ્ઠતા વિશે તો સૌકોઇ જાણે છે. જો કે બ્રેકઅપ બાદ પણ તેમના સંબંધોમાં કોઇ કડવાશ નથી આવી. તેઓ હજુ પણ સારા મિત્રો છે. સલમાન અને કેટરિના અનેક ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. સલમાન અને કેટરિનાની સુપરહિટ જોડી એકવાર ફરીથી ફિલ્મ ‘ભારત’માં જોવા મળશે.

જણાવી દઇએ કે સલમાન અને કેટરિનાની આ ફિલ્મ આ વર્ષે ઇદ પર રીલીઝ થશે. ફિલ્મનું ટીઝર સામે આવી ચુક્યું છે. આ ટીઝર યુટ્યૂબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ભારતને અલી અબ્બાસ ઝફરે ડાયરેક્ટ કરી છે. સલમાન-કેટરિના અને અલી અબ્બાસ ઝફરની જોડી ત્રીજીવાર સાથે આવી રહી છે. જણાવી દઇએ કે ભારત કોરિયન ફિલ્મ ‘ઑડ ટુ માય ફાધર’ પર આધારિત ફિલ્મ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here