Tuesday, September 21, 2021
Homeઆમિર ખાન ની દીકરી ઇરા એ અજાણ્યા છોકરા સાથે ફોટો અપલોડ કર્યો,...
Array

આમિર ખાન ની દીકરી ઇરા એ અજાણ્યા છોકરા સાથે ફોટો અપલોડ કર્યો, શું બન્ને એકબીજા ને ડેટ કરી રહ્યા છે?

બોલિવૂડ ડેસ્ક : આમિર ખાનની અને તેની પહેલી પત્ની રીના દત્તાની દીકરી ઇરા ખાને ઇન્સ્ટાગ્રામ પર એક છોકરા સાથે ફોટો મૂક્યા છે. આ ફોટો જોઈને સૌ કોઈ ધારણા બાંધી રહ્યા છે કે આ ઇરાનો બોયફ્રેન્ડ છે. જોકે હજુ તેણે એવું ઓફિશિયલી જાહેર કર્યું નથી. ઈન્ટેનરનેટ પર લોકો કમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે, આ તારો બોયફ્રેન્ડ છે? ઇરાએ જે ફોટા અપલોડ કર્યા છે તેમાં લોકેશન કેલિફોર્નિયાનું છે. આ ફોટોમાં જે છોકરો છે તેનું ઇન્સ્ટા હેન્ડલ ‘મિશાલ કિરપલાણી’ ના નામ પર છે. ઇરા મોટેભાગે લાઇમ લાઇટમાં હોતી નથી પરંતુ આ ફોટા બાદ તે ચર્ચામાં આવી ગઈ છે.

https://www.instagram.com/p/Bvazw9fHozx/?utm_source=ig_embed

બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે?
મિશાલ અને ઈરાનાં ઘણા ફોટો સાથે છે જેને બન્નેએ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. મિશાલ એક આર્ટિસ્ટ અને મ્યુઝિક કમ્પોઝર છે. ઇરાએ તેના એક વીડિયોને ડિરેક્ટ કર્યો છે. ઇરા સાથે મિશાલનું નામ જોડાતા તેનો આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. ઇરાએ વેલેન્ટાઈન્સ ડે પર મિશાલનો એક મ્યુઝિક વિડીયો પણ શેર કર્યો હતો.

https://www.instagram.com/p/Bt4EMkLnoF8/?utm_source=ig_embed

https://www.instagram.com/p/BJC7G2Ggri1/?utm_source=ig_embed

ફિલ્મમાં રુચિ
ઇરા 22 વર્ષની છે અને હાલ ભણી રહી છે. આમિર ખાને ‘કોફી વિથ કરણ’ ચેટ શોમાં જણાવ્યું હતું કે, ‘ઇરાને ફિલ્મોમાં ઘણો રસ છે. મને ચોક્કસપણે ખબર નથી કે ઈરાને શું ગમે છે પણ મેં એવું જોયું છે કે ઈરાને ફિલ્મી દુનિયા અને ફિલ્મ મેકિંગમાં રસ છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments