આમ્રપાલી ગ્રુપના સીએમડી અનિલ શર્મા અને 2 ડાયરેક્ટર્સની ધરપકડ થશે, સુપ્રીમ કોર્ટનો આદેશ

0
28

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલિસને આમ્રપાલી ગ્રુપના સીએમડી અનિલ શર્મા અને બે ડાયરેક્ટર્સની ધરપકડ કરવાના આદેશ આપ્યા છે. એક ક્રિમિનલ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કોર્ટે શર્મા સહિત ત્રણે ડાયરેક્ટર્સની પ્રોપર્ટી જપ્ત કરવાના આદેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટ ગુરૂવારે આમ્રપાલીના અધુરા પ્રોજેક્ટ્સના મામલાની સુનાવણી કરી રહી હતી.

કોર્ટે કહ્યું- કોઈ એજન્સીને ધરપકડ કરવાથી રોકવામાં આવી નથી

કોર્ટે કહ્યું કે દિલ્હી પોલિસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ આમ્રપાલીના અન્ય બે ડાયરેકટર્સ શિવ પ્રિયા અને અજય કુમાર ની પણ આ મામલામાં ધરપકડ કરી શકે છે. જસ્ટિસ અરૂણ મિશ્રા અને યુ યુ લલિતની એક બેન્ચે કહ્યું કે અમે ડાયરેક્ટર્સ ની ધરપકડ કરવાથી કોઈ એજન્સીને રોકી નથી. જેને યુપી પોલિસને એક હોટલમાં રાખ્યો છે. સુપ્રીમ કોર્ટ આમ્રપ્રાલી ગ્રુપના 42,000 ફલેટ બાયર્સની સંયુકત અરજી પર સુનાવણી કરી રહી હતી.
સુપ્રીમ કોર્ટ સુનાવણી બાદ સીએમડી અનિલ શર્માના સાઉથ દિલ્હી સ્થિત બંગલાની સાથે તેમની સમગ્ર પર્સનલ પ્રોપર્ટીને પણ એટેચ કરવાના આદેશ આપ્યા છે. આ સિવાય કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે અન્ય બંને ડાયરેક્ટર્સની પ્રોપર્ટી પણ એટેચ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here