Monday, October 18, 2021
Homeઆમ આદમી પાર્ટી યૂપીમાં 80 બેઠકો પર ચૂંટણી જંગ ખેલશે
Array

આમ આદમી પાર્ટી યૂપીમાં 80 બેઠકો પર ચૂંટણી જંગ ખેલશે

આમ આદમી પાર્ટીએ કરેલી સત્તાવાર ઘોષણા અનુસાર તે કૃષ્ણા પટેલની આગેવાનીવાળા અપના દલ સાથે ગઠબંધન કરી અને યૂપીની ચૂંટણીમાં 80 બેઠકો પર ચૂંટણી જંગ ખેલશે. પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પાર્ટીના મુખ્ય નેતા અરવિંદ કેજરીવાલ વારાણસી બેઠક પરથી ઉમેદવારી નહીં નોંધાવે. આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહએ જણાવ્યાનુસાર ફેબ્રુઆરીના અંત સુધીમાં બેઠક અને તેના ઉમેદવારો અંગે નિર્ણય લેવાય જાશે.

 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેજરીવાલએ ક્યારેય કહ્યું નથી કે તે લોકસભાની ચૂંટણી લડશે. તે દિલ્હીના મુખ્યમંત્રી છે અને 2019માં લોકસભાની રેસમાં ઉતરવાની તેમની કોઈ યોજના નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટી ઉત્તર પ્રદેશના સંસદીય ક્ષેત્રોમાં પોતાના ઉમેદવાર ઉતારશે જ્યાં તેમનું સંગઠન મજબૂત છે.

સિંહએ બે દિવસીય ભાજપા ભગાઓ, ભગવાન બચાવોની યાત્રાનું સમાપન વારાણસીમાં કર્યું હતું. આ યાત્રા શનિવારે અયોધ્યાથી શરૂ થઈ હતી. તેમણે આ યાત્રા દરમિયાન ભાજપને અનેક મુદ્દા પર આડેહાથ લીધી હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments