Monday, September 20, 2021
Homeઆયુષ્માન ખુરાનાની ફિલ્મની ચાઈનામાં 'અંધાધુન' 106 કરોડની કમાણી, 'બાહુબલી 2'ને પણ પાછળ...
Array

આયુષ્માન ખુરાનાની ફિલ્મની ચાઈનામાં ‘અંધાધુન’ 106 કરોડની કમાણી, ‘બાહુબલી 2’ને પણ પાછળ રાખી દીધું

બોલિવૂડ ડેસ્ક: આયુષ્માન ખુરાના, તબુ અને રાધિકા આપ્ટે સ્ટારર થ્રિલર ફિલ્મ ‘અંધાધુન’ ચાઈનામાં પણ ધમાલ મચાવી રહી છે. ફિલ્મે માત્ર 6 જ દિવસમાં 100 કરોડ રૂપિયા (15 મિલિયન ડોલર)ની કમાણીને પાર કરી કરી દીધી છે. ફિલ્મે કુલ 106.09 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રસપ્રદ વાત તો એ છે કે, ફિલ્મે તેના ભારતના લાઈફટાઈમ ગ્રોસ કલેક્શનને પણ ક્રોસ કરી દીધું છે. ભારતમાં આ ફિલ્મે 91.02 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે વર્લ્ડવાઈડ ગણીએ તો ટોટલ 102.38 કરોડની કમાણી કરી હતી. ફિલ્મ 5 ઓક્ટોબર, 2018ના રોજ રિલીઝ થઇ હતી.

અંધાધુન’ vs ‘બાહુબલી 2’
‘અંધાધુન’ ફિલ્મે ‘બાહુબલી 2’ના ચાઈનાના બોક્સઓફિસ કલેક્શનને પાછળ રાખી દીધું છે. પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘બાહુબલી 2’એ બધે જ મોટાભાગના રેકોર્ડ તોડ્યા છે પરંતુ આ ફિલ્મ ચાઈનામાં ફ્લોપ રહી હતી. ફિલ્મે ચાઈનામાં માત્ર 11 મિલિયન ડોલરની જ કમાણી કરી હતી. તેની સરખામણીમાં અંધાધુન ફિલ્મે માત્ર 6 દિવસમાં 15 મિલિયન ડોલરની કમાણીને પાર કરી દીધી છે.

ચાઈનામાં બોલિવૂડની હિટ ફિલ્મો
ચાઈનામાં બોલિવૂડની ઘણી ફિલ્મો હિટ સાબિત થઇ છે. આ હિટ ફિલ્મોના લિસ્ટમાં દંગલ, સિક્રેટ સુપરસ્ટાર, બજરંગી ભાઈજાન, હિન્દી મીડિયમ, હિચકી, ટોઈલેટ – એક પ્રેમ કથા જેવી ફિલ્મોની સાથે અંધાધુન પણ હવે સામેલ થઇ ગઈ છે. અંધાધુન ફિલ્મ રાની મુખર્જીની ફિલ્મ ‘હિચકી’ના ચાઈનાના લાઈફટાઈમ કલેક્શનને ક્રોસ કરી શકે છે. હિચકી ફિલ્મે ચાઈનામાં 150 કરોડથી વધુ રૂપિયાની કમાણી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments