Tuesday, September 28, 2021
Homeઆરબીઆઈ ના પૂર્વ ગવર્નર રાજને કહ્યું- કોઈ તક મળી તો ભારત પરત...
Array

આરબીઆઈ ના પૂર્વ ગવર્નર રાજને કહ્યું- કોઈ તક મળી તો ભારત પરત ફરવા તૈયાર

નવી દિલ્હીઃ આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે આવનારા સમયમાં તેમને ભારતમાં કોઈ તક મળી તો તે જવાબદારી સંભાળવા માટે તૈયાર છે. આવનારા સમય માટે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે જો ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનની જીત થાય છે, તો રાજન નાણા મંત્રી બની શકે છે. હાલ તે શિકાગો યુનિવર્સિટીના બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં ફાઈનાન્સના પ્રોફેસર છે.

રાજને સપ્ટેમ્બર 2016માં આરબીઆઈનું ગવર્નર પદ છોડ્યું હતું

રાજને કહ્યું કે તે જયાં છે ત્યાં ખુશ છે, પરંતુ નવી તકો માટે તૈયાર છે. તેમની બુક થર્ડ પિલરના લોન્ચિંગના પ્રસંગે પર મંગળવારે એમણે કહ્યું છે કે કાર્યક્રમ દરમિયાન રાજનને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ પબ્લિક સર્વિસ કે કોઈ રાજકીય ભૂમિકા માટે ભારત પરત ફરવા માંગે છે ?

રાજને સપ્ટેમ્બર 2016માં આરબીઆઈનું ગવર્નર પદ છોડ્યું હતું. સરકારે તેમનો કાર્યકાળ આગળ વધાર્યો ન હતો. મોદી સરકાર અને રઘુરામ રાજનની વચ્ચે વ્યાજ દરો અને રાજનના નિવેદનોને લઈને અણબનાવ હતો.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે રઘુરામ રાજન તે ટોપ અર્થશાસ્ત્રીઓમાંથી એક છે, જેની સાથે તેમણે કોંગ્રેસની લઘુતમ આવક યોજનાના ડ્રાફટ પર વિચાર-વિમર્શ કર્યો હતો.

રાજનને મંગળવારે એક ટીવી ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે જો તે દેશના નાણા મંત્રી હોત તો તેમની પ્રાથમિકતા શું હોત. રાજને જવાબ આપ્યો હતો કે નાના ગાળાના ઘણાં મુદ્દા છે. તેની પર ફોકસ કરવાથી ઘણાં પ્રોજેકટ ટ્રેક પર પરત ફરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments