‘આર્થિક રીતે થાકી ગયો છું, હવે હપ્તા ભરી શકું તેમ નથી’ રાજકોટમાં બે વ્યક્તિઓએ ટૂંકાવ્યું જીવન

0
41
'આર્થિક રીતે થાકી ગયો છું, હવે હપ્તા ભરી શકું તેમ નથી એટલે પગલું ભરું છું'
‘આર્થિક રીતે થાકી ગયો છું, હવે હપ્તા ભરી શકું તેમ નથી એટલે પગલું ભરું છું’.

રાજકોટ: લૉકડાઉનમાં જે રીતે ધંધા રોજગાર બંધ હતા અને હવે જયારે ફરીથી ધંધા શરુ થયા છે ત્યારે હજી પણ અનેક ક્ષેત્રમાં કામકાજ નથી મળી રહ્યું જેને કારણે લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે આર્થિક સંકળામણને કારણે અમુક લોકો આપઘાતનો રસ્તો અપનાવી રહ્યા છે ત્યારે રાજકોટમાં વધુ બે કિસ્સાઓ સામે આવ્યા છે.

રાજકોટના એક કારખાનેદારે કૂવામાં ઝંપલાવી અને ટ્રાન્સપોર્ટરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. શહેરના ત્રંબા નજીક ગઢકા રોડ પર વિનોદભાઇ રૈયાણીની વાડીના કૂવામાં લાશ પડી હોવાની જાણ થતા આજી ડેમ પોલીસ દોડી ગઈ હતી જેની તપાસમાં કૂવા પાસેથી મળી આવેલા મોબાઇલ, પર્સના આધારે ઓળખ મેળવતા મૃતદેહ સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલ રોડ પર આવેલી ફૂલવાડી પાર્કમાં રહેતા જયંતીભાઇ હર્ષરાજભાઇ ભલાણી નામના આધેડની હોવાનું જાણવા મળતા તેમના પરિવારજનોને જાણ કરી હતી.

મૃતક પાસેથી મળી હતી સ્યૂસાઇડ નોટ

બનાવ સ્થળેથી પોલીસને આપઘાત કરતા પૂર્વે મૃતકે લખેલી સ્યૂસાઇડ નોટ મળી હતી. જેમાં મારા છોકરાઓનું ધ્યાન રાખજો, કોઇનો વાંક નથી. આર્થિક રીતે થાકી ગયો છું, હવે હપ્તા ભરી શકું તેમ નથી એટલે પગલું ભરું છુંનો ઉલ્લેખ કરાયો છે. પરિવારની પૂછપરછમાં જયંતીભાઇ અટિકામાં કારખાનું ધરાવતા હતા. લોકડાઉન પૂર્વે જ લોન પર મશીનની ખરીદી કરી હતી, પરંતુ લોકડાઉન બાદ કામધંધો સરખો નહીં ચાલતા કેટલાક સમયથી તેઓ ચિંતિત રહ્યાં કરતા હતા.

બીજા કિસ્સામાં ઓફિસમાં જ કર્યો આપઘાત

બીજા બનાવમાં કોઠારિયા રિંગ રોડ પર આવેલા પવન એક્યુપ્રેસ કાર્ગો ટ્રાન્સપોર્ટ નામથી વેપાર કરતા ધર્મેન્દ્રસિંહ પ્રદ્યુમ્નસિંહ જાડેજા નામના યુવાને મંગળવારે સવારે તેમની ઓફિસમાં દોરડા વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, બે ભાઇમાં નાના ધર્મેન્દ્રસિંહ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હતા. ધંધાના વિકાસ માટે તેમને બેંકમાંથી લોન લઇ ચાર ટ્રક ખરીદી હતી.

હપ્તા ન ભરાતા આપઘાત કર્યો

દરમિયાન કોરોનાની મહામારીને કારણે લોકડાઉન કરવામાં આવતા ધંધો સદંતર બંધ થઇ ગયો હતો. જેને કારણે લોન પર ખરીદેલી ટ્રકના હપ્તા ચડી ગયા હતા.

થોડું ઘણું દેણું કરીને પણ હપ્તા ભર્યા હતા પરંતુ દેણું થઇ ચિંતા સતાવતી હતી જેથી સવારે ઓફિસે આવી આપઘાત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here