Monday, October 18, 2021
Homeઆર્મીએ બતાવી 56 ઈંચની છાતી હવે ચીન અને પાકિસ્તાનની સરહદ પર સડક...
Array

આર્મીએ બતાવી 56 ઈંચની છાતી હવે ચીન અને પાકિસ્તાનની સરહદ પર સડક બનાવશે

ભારત-ચાઈના સરહદ પર ચીનની તમામ ચાલ પર નજર રાખવા માટે ભારતે વિશેષ તૈયારી શરૂ કરી છે. કેન્દ્રીય લોક નિર્માણ વિભાગે જાહેર કરેલા વાર્ષિક રિપોર્ટ પ્રમાણે ભારત ચીન સરહદ પર સડકનું નિર્માણ કરાવશે. આ ઉપરાંત પાકિસ્તાન બોર્ડર સાથે જોડાયેલા પંજાબ અને રાજસ્થાનમાં પણ સડકનું નિર્માણ કરાવશે.

સડકના નિર્માણથી ભારત સરહદી વિસ્તારમાં વધારે મજબૂત બનશે. સડક નિર્માણથી સંઘર્ષની સ્થિતિમાં ભારત કોઈપણ પરિસ્થિને પહોંચી વળવામાં સક્ષમ બનશે. ચીન સતત સરહદ પર અવળ ચંડાઈ કરે છે. ત્યારે આવી સ્થિતિમાં સડકના નિર્માણથી ભારતી.

સેનાને વધારે ફાયદો થશે. રિપોર્ટ મુજબ 44 જેટલી સડકનું નિર્માણ 21 હજાર કરોડ રૂપિયાના ખર્ચે થવાનું છે. જોકે, આ યોજનાને મંજૂરી લેવાની હજી બાકી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં બનેલી સીસીએસ દ્વારા યોજનાને મંજૂરી મળશે તો ભારતીય સેનાને સરહદ પર વધુ તાકાત મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments