Saturday, October 23, 2021
Homeઆલિયા અને રણબીરની આ વર્ષે સગાઈ નહીં થાય, છે આ કારણ
Array

આલિયા અને રણબીરની આ વર્ષે સગાઈ નહીં થાય, છે આ કારણ

આલિયા અને રણબીરના આ અફેરના ખુલાસા બાદ તેમની સગાઈની વાત લાંબા સમયથી સામે આવી રહી છે, પરંતુ હવે આ સમાચાર જાણીને બન્નેનાં ચેહરા મુરઝાઈ જાય તો નવાઈ નહીં આ વર્ષે તેમની સગાઈ થાય તેવી કોઈ સંભાવના નથી. ફેન્સને પણ આ જાણીને આંચકો લાગ્યો છે. રણબીરના અનેક અફેયર વચ્ચે આલિયા સાથે પરિવાર પણ આગળ વધવા માગતો હોય તેમ આલિયા અવાર-નવાર તેમના ફેમિલી ફંક્શનમાં પણ જઈ રહી છે. જેના પગલે તેઓ બંને આ સમયે સીરિયસ હોવાનું કહેવાય છે.

આ કપલનો આ વર્ષે સગાઈનો ઇરાદો નથી

બૉલીવુડમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના અફેરની ચર્ચા હાલમાં વધારે ચાલી રહી છે. ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના શૂટિંગ દરમિયાન અફેરની વાત ચર્ચામાં આવી છે. જ્યારે આ ફિલ્મના શૂટિંગની શરૂઆત થઈ ત્યારથી આ પ્રેમીપંખીડાંનું ગુટર ગું ચાલું થયું હતું. થોડા દિવસ પહેલાં બન્નેની સગાઈ કરતા હોવાના સમાચાર વાયરલ થયા હતા. રણબીર કપૂરની માતા નીતુ કપૂર પણ એવું ઈચ્છે છે પરંતુ ડેક્કન ક્રોનિકલના એક રિપોર્ટ અનુસાર, આ કપલનો આ વર્ષે સગાઈનો ઇરાદો નથી.

નીતુ કપૂરે આલિયા સાથે સોશિયલ મીડિયા પર ઘણા ફોટા શેર કર્યા છે

સુત્રોના જણાવ્યા મુજબ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના સંબંધો વિશે ગંભીર છે. પરંતુ રણબીરના પિતા રીશી કપૂરની તબીયતમાં યોગ્ય સુધારો આવે ત્યાં સુધી સગાઈ નહિ કરે. આલિયા કપૂર પરિવારનો હિસ્સો બની ગઈ છે. કપૂર પરિવારના તમામ કાર્યક્રમોમાં તેની હાજરી જોવા મળે છે. નીતુ કપૂરે આલિયા સાથે સોશિયલ મીડિયા પર ઘણા ફોટા શેર કર્યા છે.પરંતુ આ સંબંધ વિશે આલિયા અને રણબીરે કોઈ પણ જાતનો ખુલાસો કર્યો નથી. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં પહેલી વાર આલિયા અને રણબીર એક સાથે જોવા મળી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments