Thursday, September 23, 2021
Homeઆલિયા ભટ્ટે બર્થડે પર માતાની ફિલ્મ 'નો ફાધર્સ ઈન કાશ્મીર'નું ટીઝર રિલીઝ...
Array

આલિયા ભટ્ટે બર્થડે પર માતાની ફિલ્મ ‘નો ફાધર્સ ઈન કાશ્મીર’નું ટીઝર રિલીઝ કર્યું

બોલિવૂડ ડેસ્ક: 8 મહિના સુધી રાહ જોયા બાદ આખરે સેન્સર બોર્ડ તરફથી ‘નો ફાધર્સ ઈન કાશ્મીર’ને U/A સર્ટિફિકેટ મળી ગયું છે. 15 એપ્રિલે આલિયા ભટ્ટે પોતાના જન્મદિવસ પર માતા સોની રાઝદાન સ્ટારર ફિલ્મ ‘નો ફાધર્સ ઈન કાશ્મીર’નું એનાઉન્સમેન્ટ સોશિયલ મીડિયા પર કર્યું હતું. ફિલ્મનું 1:30 મિનિટનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. ટીઝર એક ટેગલાઈન સાથે આવ્યું છે, દરેક વિચારે છે કે તેઓ કાશ્મીરને સમજે છે.

સ્ટોરી
ફિલ્મ એક 16 વર્ષની બ્રિટિશ -કાશ્મીરી છોકરી ‘નૂર’ની સ્ટોરી છે. જે કાશ્મીર પોતાના પિતાની શોધમાં આવે છે. ત્યાં તેની મુલાકાત ‘માજિદ’ નામના કાશ્મીરી છોકરા સાથે થાય છે. બન્ને ટીનેજર એકબીજાના પ્રેમમાં પડે છે. પરંતુ સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે બન્ને એકવાર જંગલમાં હોય છે અને ત્યાં નૂરને ગ્રેનેડ મળે છે.

5 એપ્રિલે રિલીઝ થશે
ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર અશ્વિન કુમાર આ ફિલ્મમાં એક્ટર તરીકે પણ દેખાશે. અશ્વિન કુમાર અગાઉ તેની શોર્ટ ફિલ્મ ‘લિટલ ટેરેરિસ્ટ’ માટે ઓસ્કર અવોર્ડમાં નોમિનેટ થઇ ચૂક્યા છે. ઉપરાંત તેઓને બે ફિલ્મ ‘ઇન્શાલ્લાહ ફૂટબોલ’ અને ‘ઇન્શાલ્લાહ કાશ્મીર’ માટે નેશનલ અવોર્ડ પણ મળી ચૂક્યા છે. ‘નો ફાધર્સ ઈન કશ્મીર’ની સ્ટાર કાસ્ટમાં અશ્વિન કુમાર, આલિયાની માતા સોની રાઝદાન, અંશુમાન ઝા, માયા સારાઓ અને કુલભૂષણ ખરબંદા સામેલ છે. ફિલ્મ 5 એપ્રિલ,2019ના રિલીઝ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments